Not Set/ #સુરત : પોલીસ મેગા ડ્રાઇવનો ત્રીજા દિવસમાં પ્રવેશ, સઘન ચેકીંગ હાથ ઘરાયું

સુરતમાં પોલીસ મેગા ડ્રાઇવે  ત્રીજા દિવસમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ત્રીજા દિવસે પણ સુરતનાં અને વિસ્તારોને પોલી દ્વારા ઘમરોળવામાં આવી હતી. અનેક વિવિધ સ્થળો પર પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પોલીસે સૌથી મોટી મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ડીસીપી સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડ્રાઇવમાં જોડાયા હતા […]

Top Stories Gujarat Surat
srt mega drive.PNG2 #સુરત : પોલીસ મેગા ડ્રાઇવનો ત્રીજા દિવસમાં પ્રવેશ, સઘન ચેકીંગ હાથ ઘરાયું

સુરતમાં પોલીસ મેગા ડ્રાઇવે  ત્રીજા દિવસમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ત્રીજા દિવસે પણ સુરતનાં અને વિસ્તારોને પોલી દ્વારા ઘમરોળવામાં આવી હતી. અનેક વિવિધ સ્થળો પર પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પોલીસે સૌથી મોટી મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ડીસીપી સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડ્રાઇવમાં જોડાયા હતા અને શંકા સ્પદ જણાતા 100થી વધુ લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા.

srt mega drive.PNG1 #સુરત : પોલીસ મેગા ડ્રાઇવનો ત્રીજા દિવસમાં પ્રવેશ, સઘન ચેકીંગ હાથ ઘરાયું

સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા પોલીસે લાલ આંખ કરી છે. અને સુરતના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મેગા ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સૌથી સંવેદન શીલ એવા કોસાડ આવાસમાં મેગા ડ્રાઇવ સાથે રેડ કરી હતી.

srt mega drive.PNG3 #સુરત : પોલીસ મેગા ડ્રાઇવનો ત્રીજા દિવસમાં પ્રવેશ, સઘન ચેકીંગ હાથ ઘરાયું

ત્રીજા દિવસે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 150 થી વધુ પોલીસ કાફલા સાથે આ ડ્રાઇવ યોજવામા આવી હતી. જેમાં સંવેદનશીલ ગણાતા કોસાડ આવાસ સહિતના વિસ્તારમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે અડિંગો જમાવીને બેસતા અસામાજિક તત્વો તેમજ નશાની હાલતમાં રહેલા લોકોની અટકાયત કરી હતી, અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ઉપરાંત તમામ વાહનોનું ચેકીંગ પણ હાથ ધર્યું હતું. આ સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસે અંદાજીત 100 થી વધુ લોકોની અટકાયત કરી હતી.અને તેમની પૂછપરછ હાથધરી છે. તેમાંથી જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જણાશે, તો તેમના વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પોલીસ સુરક્ષા સાથે આ ડ્રાઇવમાં જોડાયા હતા.

srt mega drive #સુરત : પોલીસ મેગા ડ્રાઇવનો ત્રીજા દિવસમાં પ્રવેશ, સઘન ચેકીંગ હાથ ઘરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.