Surat City/ સુરત પોલીસે 21 વર્ષથી ફરાર આરોપીને ઝારખંડથી ઝડપ્યો

સુરત પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધીને પકડી રહી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 29T130703.500 સુરત પોલીસે 21 વર્ષથી ફરાર આરોપીને ઝારખંડથી ઝડપ્યો

@નિકુંજ પટેલ

સુરત પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધીને પકડી રહી છે. જેમાં સુરત પીસીબીએ ઝારખંડના એક સંવેદનશીલ વિસ્તારમાંથી હત્યાના આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને પકડવા પોલીસે રિક્ષાચાલક અને મજુર બનવું પડ્યું હતું. આરોપી વિરૃધ્ધ સુરતના ઉધનામાં હત્યાનો ગુનો નોંધાયો હતો. છેલ્લા 21 વર્ષથી તે ફરાર હતો.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે આરોપી ઝારખંડ ધનબાદ પાંડરપાલા ભુલી આઉટ પોસ્ટ વાસીપુર વિસ્તારમાં રહે છે. જેને આધારે પોલીસની ટીમ ઝારખંડ પહોંચી હતી. અઙીંથી પોલીસે આરોપી ઉમર ઉર્ફે અબ્દુલ રસીદ અન્સારીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ 21 વર્ષ પહેલા 2003માં આરોપીના મિત્ર મેહરાજ અલી ઉર્ફે મિરાજનો દયા શંકર શિવચરણ ગુપ્તા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો.. જેની અદાવતમાં તેણે મેરાજ સાથે મળીને દયાશંકરને અધના હરીનગર-2 ખાતે લઈ જઈને દારૂ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહી તેની ઓળખ ન થાય તે માટે તેના મોઢા પર કપડું ઢાંકીને લાશને સળગાવી દીધી હતી. બાદમાં રૂમને તાળુ મારીને આરોપી ઉમર અન્સારી તેના ગામ ભાગી ગયો હતો.
સુરત પોલીસ માહિતીને આધારે ઝારખંડ પહોંચી હતી. જેમાં સાત દિવસ સુધી પોલીસે આરોપી પર નદર રાખી હતી. પોલીસ તપાસમાં જણાયું કે આરોપી ટેમ્પો ડ્રાઈવર છે. વાસીપુર ઝારખંડનો સંવેદનશીલ વિસ્તાર હોવાથી સ્થાનિક પોલીસ ત્યાં દરોડો પાડી શકતી ન હતી. આરોપીને પકડવા પોલીસ પણ ચેમ્પોચાલક બની હતી. અંતે પોલીસે 7 દિવસ રાહ જોયા બાદ આરોપીને ઝડપી લીધો હતો.
ગેંગ ઓફ વાસેપુર ફિલ્મનું જ્યાં શુટીંગ થયું હતું ત્યાં આરોપી રહેતો હતો. આરોપી ઉમર અન્સારી જ્યાં રહેતો હતો ત્યાંથી 50 મીટર દુર રોકાઈની પોલીસ તેની પર નજર રાખી રહી હતી. જેમાં મોકો મળતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ