Not Set/ સુરત / લો હવે, ખુદ રીટાયર પોલીસ કમિશ્નર જ જયારે સાયબર ક્રાઈમનો શિકાર બન્યાં, ત્યારે…

સુરતના CPના ખાતામાંથી  રૂ. 4899 ઉપડી જતા ખડબડાટ કમિશનર સતીશ શર્માએ કરી સાયબર ક્રાઇમમાં ફરીયાદ સુરતના રિટાયર પોલીસ કમિશનર છે સતીશ શર્મા સુરતના  રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માના ખાતામાંથી રૂ. 4899 ઊપડી જતાં મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે. જેમાં ખુદ રિટાયર પોલીસ કમિશનરે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે […]

Gujarat Surat
thandi 9 સુરત / લો હવે, ખુદ રીટાયર પોલીસ કમિશ્નર જ જયારે સાયબર ક્રાઈમનો શિકાર બન્યાં, ત્યારે...

સુરતના CPના ખાતામાંથી  રૂ. 4899 ઉપડી જતા ખડબડાટ

કમિશનર સતીશ શર્માએ કરી સાયબર ક્રાઇમમાં ફરીયાદ

સુરતના રિટાયર પોલીસ કમિશનર છે સતીશ શર્મા

સુરતના  રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માના ખાતામાંથી રૂ. 4899 ઊપડી જતાં મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે. જેમાં ખુદ રિટાયર પોલીસ કમિશનરે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જ્યારે પોલીસ અધિકારીના ખાતામાંથી રૂપિયા ઊપડી જતા હોય તો સામાન્ય જનતાના ખાતાની સુરક્ષા તો રામ ભરોસે છે એમ કહેવામાં જરા ય અતિશ્યોક્તિ નથી. પીપલોદ ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માનું ગાંધીનગરની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે.

26મી તારીખે સવારે 7.45 વાગ્યે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં એસબીઆઇ ડો.કાર્ડ એક્સ 412 યુઝસ ફોર 4899 લખ્યું હતું. નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂ. 4899 રૂપિયા ઊપડી ગયા હતા. અજાણ્યાએ રિટાયર પોલીસ કમિશનરનો ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂ. 4899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.

ચાર મહિના પહેલાં પોલીસ કમિશનર સતીશ શર્મા સુરત ખાતેથી રિટાયર થઈને સુરતમાં સ્થાયી થયા છે. સમગ્ર મામલે રીટાયર્ડ પોલીસ કમિશ્નર સતીષ શર્માએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.