Not Set/ સુરતમાં હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ

સુરતનાં ગોપીપુરા વિસ્તારમાં થયેલી હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે સાથે રૂ. 53.76 લાખનાં હીરા પણ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે  ગોપીપુરા વિસ્તારમાં હીરા દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. હીરા દલાલનું કામ કરતા સુરેશ પટેલ નામનાં આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો […]

Gujarat Surat
diamond759 સુરતમાં હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ

સુરતનાં ગોપીપુરા વિસ્તારમાં થયેલી હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે સાથે રૂ. 53.76 લાખનાં હીરા પણ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે  ગોપીપુરા વિસ્તારમાં હીરા દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. હીરા દલાલનું કામ કરતા સુરેશ પટેલ નામનાં આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.

surat diamond સુરતમાં હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ

નવસારીનાં હીરા દલાલે એક મહિના પહેલા ફરિયાદી પાસેથી રૂ.53.76 લાખનાં હીરા વેચવા માટે આપ્યા હતા, જેની જાણ થતા હીરાની લૂંટ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. જે બાદ આ શખ્સો ફરિયાદી મગન ભાઈને ગોપીપુરા સ્થિત ઓફિસમાં ધસી ગયા હતા. સુરેશ પટેલ પણ મગનભાઈની ઓફિસમાં હાજર હતો. ત્રણેય લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો  અને ફરાર થઇ ગયા હતા. જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધવાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ સુરેશે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. પોલીસે જ્યારે આ પ્રકરણમાં તપાસ શરૂ કરી ત્યારે મગનભાઈનાં નિવેદનમાં સુરેશ પણ ઘટના સમયે ઓફિસમાં હાજાર હોવાનું જણાયું હતું. વળી સુરેશનો ફોન બંધ હોવાથી પોલીસની શંકા પ્રબળ બની હતી. પોલીસે સુરેશની હિલચાલ પર નજર રાખી હતી. દરમ્યાન સુરેશ અને નીતિન લૂંટનાં હીરા મુંબઇ તરફ વેચવા જવાના હોવાની બાતમી ક્રાઇમબ્રાન્ચને મળતાં તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીનાં આધારે સણીયહેમાડ ગામ પાસે ઓમનાગર નજીકથી આરોપીને ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનાં તમામ હીરા કબજે કર્યા હતા.

પોલીસે લૂંટનો પ્લાન ઘડનાર સુરેશ પટેલ અને તેનો મિત્ર નીતિન ધમેલીયાને ઝડપી પાડ્યા હતા અને હીરા રિકવર કર્યા હતા. જો કે સુરત લૂંટમાં સક્રિય ભૂમિકા ભજવાનનાર વિપુલ ભરવાડને પોલીસે ફરાર જાહેર કરતા જરૂરી વધુ તપાસ હાથ ધરી છે.