સુરત/ પૈસા માટે એક્ટર અને બિલ્ડર બન્યા લુટારુ, ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતા ચેઈન સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે.

Gujarat Surat
A 40 પૈસા માટે એક્ટર અને બિલ્ડર બન્યા લુટારુ, ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

સુરતમાં ચેન સ્નેચિંગ કરતો ટીવી સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઈ છે. રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતા ચેઈન સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચુક્યો છે. ત્યારે એનો મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડીંગ કન્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

સુરતના રાંદેર મોરાભાગળ રસ્તા પાસે આવતા રાંદેર પોલીસને બાતમી હકીકતના આધારે સુરત રાંદેર ભેસાણ ચાર રસ્તા રોડ પાસેથી પોકેટ-કોપ મોબાઈલની મદદથી રોડ પરથી પસાર થતા શંકાસ્પદ વાહનોને ચેક કરતા હતા. તે વખતે થોડીવારમાં ઈચ્છાપોર હાઈવે તરફથી મળેલ બાતમી પ્રમાણે બે ઈસમો એક બાઈક પર આવતા જણાતા તેને આડસ ઉભી કરી ચારેબાજુએથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ચોરેલી બાઈક પર આવેલ બન્ને ઈસમો પાસેથી તૂટેલી સોનાની ચેઈન નંગ-3 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-2 અને એક સ્પલેન્ડર બાઈક મળી કુલ 2,54,500ની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે અલગ અલગ પો. સ્ટેના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં આવ્યા છે.

A 41 પૈસા માટે એક્ટર અને બિલ્ડર બન્યા લુટારુ, ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

આ પણ વાંચો :ભાવનગરમાં નાણા પરત આપવા મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, યુવકની હાલત ગંભીર

રાંદેર પોલીસે બન્ને મેચના સટ્ટા બેટિંગમાં રૂપિયા હારી જતા ચેન સ્નેચિંગના રવાડે ચડ્યા હતા બાદમાં પોલીસે બને આરોપી પાસે ચેઇન, મોબાઈલ, બાઈક સહિત રોકડ રકમ મળી 2.54 લાખ નો મુદ્દા માલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો. સુરત ના રાંદેર પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ બાદ ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બંને આરોપી ગ્રેજ્યુએટ અને એકે કેમેસ્ટ્રીમાં બીએસસી સુધીનો અભ્યાસ કરેલો છે અને તો ટીવી એક્ટર મીરાજ બીકોમ સુધી અભ્યાસ કરેલો હોવાનું જાણવા મળ્યું છે. રાંદેર પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે.મોડસ ઓપરેટિવ ની વાત કરવામાં આવે તો મીરાજ અને વૈભવ સાથે મળીને બાઈકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા અને આ ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને જ્યાં લોકોની અવર-જવર ઓછી હોય અને વૃદ્ધ મહિલાઓ એકલા ચાલતા ચાલતા જતા હોય તેને નિશાન બનાવતા હતા. ત્યારબાદ તેઓની પાછળ બાઈક લઈ જઈ વૃધ્ધ મહિલાઓના ગળામાં શું પહેરેલ છે. તેની બાઈક પર રેકી કરી બાઈક યુટર્ન મારી તકનો લાભ લઈ અછોડા તોડી નાસી જતા હતા.

A 42 પૈસા માટે એક્ટર અને બિલ્ડર બન્યા લુટારુ, ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

આ પણ વાંચો :કોરોનાથી પિતાનું મૃત્યુ થતા દીકરીનું હૈયાફાટ રુદન, જાણી તમે પણ રડી પડશો

આરોપીનું સિરિયલમાં મહેમાન કલાકાર તરીકેનું કામ કર્યું જેમાં આરોપી મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી 10-15 કરતા વધારે સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રી લાવી અનેકના કેરિયર પણ બનાવ્યા છે.

આ પણ વાંચો :ગોંડલમાં એક જ પરિવારના 9 સભ્યોને કોરોના પોજીટીવ આવતા ભારે ફફડાટ ફેલાયો