Not Set/ સુરત SOG પોલીસે 40 કિલો ગાંજા સાથે 4 આરોપીઓની કરી ધરપકડ

SOGએ 40 કિલો ગાંજો પકડી પાડ્યો છે. 4 લાખની કિંમતનો ગાંજો જપ્ત કરાયો છે. ગાંજા સાથે 4 આરોપીની SOGએ ધરપકડ કરી છે.

Gujarat Surat
સુરત
  • સુરત SOG પોલીસે 40 કિલો ગાંજો પકડી પાડ્યો
  • 4 લાખના ગાંજો જપ્ત કરાયો
  • ગાંજો સાથે 4 આરોપીની ધરપકડ
  • 2 મહિલા 2 પુરુષની ધરપકડ
  • ટ્રેન મારફત ઓડીસા થી સુરત ગાંજો લાવ્યા હતા
  • SOG એ બાતમીના આધારે કાર્યવાહી કરી

છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણકે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. આશરે દર 3 દિવસે ડ્રગ્સ ઝડપાવાની કે ડ્રગ્સના આરોપીઓના ઝડપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગુજરાતના ખૂણે ખૂણે ડ્રગ્સનો વેપાર અને સેવન થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.  ત્યારે આવામાં  સુરત માંથી ચાર લોકો ગાંજાના સાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને 40 કિલો ગાંજા સાથે પકડી લીધા હતો.

આ પણ વાંચો :રાજ્યમાં આગામી બે દિવસ મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી, ખેડૂતોને 25 કરોડથી વધુ નુકસાન થવાની ભીતિ

આપને જણાવી દઈએ કે, આરોપીઓ ટ્રેન મારફતે ઓડિશાથી સુરત ગાંજો લાવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં બે મહિલા અને બે પુરુષ સામેલ છે.ત્યારે પોલીસે રૂ. 4 લાખની કિંમતનો ગાંજો જપ્ત કરી ચારેય લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ગુજરાતના અનેક જગ્યાએ માવઠું, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

મહત્વનું છે કે, આજે જ સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.સુરતમાં એક વિદ્યાર્થી બે કિલોના અફીણના જથ્થા સાથે ઝડપાયો પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીઓ અફીણની ડિલીવરી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ અફીણ રાજસ્થાનના ચિત્તોડગઢથી સુરત લાવવામાં આવ્યું હતું. જેને વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છુપાવીને તેની હેરાફેરી કરતા હતા. જો કે પુણા પોલીસને શંકા જતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની બેગની તલાસી લેતા વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી બે કિલો અફીણ મળી આવ્યું હતું. ધોરણ 9ના વિદ્યાર્થીના સ્કૂલ-બેગમાં અંદાજે 1.98 લાખની કિંમતનો 2 કિલોગ્રામ જેટલો અફીણનો જથ્થો હતો. તે રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરવા આવી રહ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, CCTV આવ્યા સામે

આ પણ વાંચો :પાવાગઢ માં 13 થી 18 ડિસે. સુધી બંધ રહેશે રોપ વે, જાણો શું છે કારણ

આ પણ વાંચો :રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી કરાઇ, જાણો કોની કરાઈ નિયુક્તિ