ગાંધીનગર/ નેશનલ ગેમ્સમાં ગયેલી સુરતની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, મહેસાણાના ખેલાડીએ બનાવી ગર્ભવતી

ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સ ચાલતી હતી. ત્યારે આ કિશોરી ત્યાં શોફ્ટ બોલની ખેલાડી તરીકે ગુજરાત ટીમમાંથી ગઈ હતી. ત્યાં મહેસાણાથી પ્રકાશભાઈ ઠાકોર નામનો ખેલાડી પણ ત્યાં આવ્યો હતો. ત્યારે બંને વચ્ચે મિત્રતા થતા તેઓ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં જ તેમણે શરીર સંબંધ બાંધ્યો હતો.

Gujarat Surat
નેશનલ ગેમ્સ

 સોફ્ટબોલ ગેમમાં નેશનલ ગેમ્સ રમવા ગાંધીનગર ગયેલી સુરતની તરુણીને મહેસાણાના ખેલાડીએ ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 17 વર્ષની દિકરી ગાંધીનગરમાં થોડા મહિના પહેલા નેશનલ ગેમ્સમાં રમવા માટે ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મહેસાણાથી આવેલા ખેલાડી સાથે થઇ હતી.  નેશનલ ગેમ્સ પૂર્ણ થતાં તેઓ છૂટા પડી ગયા હતા. જોકે, થોડા દિવસો અગાઉ તરુણી જૂનાગઢથી સુરત આવી હતી ત્યારે તેને પેટમાં દુખાવો થતા તેના પિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ચાર માસનો ગર્ભ હોવાની જાણ થતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને મહેસાણાથી આવેલા આ ખેલાડી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 17 વર્ષીય પુત્રી જુનાગઢ ખાતે સ્કુલમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. થોડા મહિના પહેલા ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સ ચાલતી હતી. ત્યારે આ કિશોરી ત્યાં શોફ્ટ બોલની ખેલાડી તરીકે ગુજરાત ટીમમાંથી ગઈ હતી. ત્યાં મહેસાણાથી પ્રકાશભાઈ ઠાકોર નામનો ખેલાડી પણ ત્યાં આવ્યો હતો. ત્યારે બંને વચ્ચે મિત્રતા થતા તેઓ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં જ તેમણે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંને સોશિયલ મિડીયા ઉપર કોન્ટેક્ટમાં હતા.

દરમિયાન થોડા દિવસ પહેલા કિશોરીને પેટમાં દુ:ખાવો થતો હતો. તે સુરત આવી હતી ત્યારે તેના પિતા તેને નવી સિવિલમાં ચેકઅપ કરાવવા લઈ ગયા હતા. ચેકઅપ દરમિયાન તેને ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા તેના પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ કિશોરીએ ગાંધીનગરમાં બનેલી ઘટનાની જાણ કરી હતી. જેથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ઠાકોરની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

તરુણીના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આ તરુણી રમતગમત કે પછી અભ્યાસ માટે શહેરથી બહાર ગઈ હતી. તે સમયે તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ અજાણ્યાએ તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાના કારણે તરુણીને ગર્ભ રહી ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ના માતા-પિતાના કહ્યા અનુસાર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસતો શરૂ કરી છે ત્યારે આ યુવતી આ યુવકના સંપર્કમાં ક્યારે આવી અને તેની સાથે અનિયતિક સંબંધોની શરૂઆત સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલો સામે આવતાની સાથે પોલીસે પોકસો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર ખાતે ઘટના બન્યા બાદ સગીરા ગોડાદરા વિસ્તારની હોવાને કારણે ગોડાદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ સગીરાએ એક વખત શરીર સંબંધ યુવક સાથે બાંધ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તે દરમિયાન જ તે ગર્ભ રહી ગયો હોવાનું પેટમાં દુખાવો થયા બાદ માતા-પિતાને જાણ કરી છે. સગીરા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં રહેતી હતી. કોઈ મોબાઈલ નંબર પણ ન હોવાનું સગીરા જણાવી રહી છે. મહેસાણામાં યુવક ક્યાં રહે છે તે અંગે પણ તેને કોઈ માહિતી ન હોવાની વાત કરી છે. જોકે સમગ્ર ઘટના સામે આવતા હવે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ

આ પણ વાંચો:એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે….

આ પણ વાંચો:સુરતમાં ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી ધરતી, રિક્ટર સ્કેલ પર મપાઈ 3.8 તીવ્રતા