Not Set/ સુરત બાદ અંબાજીમાં બાઇકને અજાણ્યા વાહનની ટક્કર, 3 લોકોનાં મોત

રાજ્યનાં રોડ પર ફરી જોવા મળ્યું મોતનું તાડવ. ફરી એક ગમખ્વાર અકસ્માતમાં 3 જીંદગી હોમાય ગઇ છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર એક મહિલા અને બે પુરૂષ એમ ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી અને ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયા […]

Top Stories Gujarat Surat Others
BK Accident 6 સુરત બાદ અંબાજીમાં બાઇકને અજાણ્યા વાહનની ટક્કર, 3 લોકોનાં મોત

રાજ્યનાં રોડ પર ફરી જોવા મળ્યું મોતનું તાડવ. ફરી એક ગમખ્વાર અકસ્માતમાં 3 જીંદગી હોમાય ગઇ છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર એક મહિલા અને બે પુરૂષ એમ ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી અને ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયા હતો. અકસ્માતમાં બાઈક પર સવાર તમામ ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મરનાર ત્રણે વ્યક્તિ બાવળ કાઠીયા ગામના રહેવાસી છે. અકસ્માતનાં પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

accident સુરત બાદ અંબાજીમાં બાઇકને અજાણ્યા વાહનની ટક્કર, 3 લોકોનાં મોત

આપને જણાવી દઇએ કે સવારના સમયે જ સુરતનાં હાઇવે પર એક બાઇકને અડફેટે લેવામા આવ્યું હતું અને અડપફેટથી સર્જાયેલ ગમ્ખાવર અકસ્માતમાં બે યુવકો કાળનો કાળનો કોળ્યો બની ગયા હતા. આમતો અંબાજી પાસે જ થોડા દિવસો પૂર્વે દરગાહથી દર્શન કરી પરત ફરી પહેલા જીપને ત્રીશુલા ઘાટ પાસે અકસ્માતમાં 10 લોકોએ જીવ ખોયો હતો. ત્યારે પોલીસ તંત્ર અને ખાસ કરીનાં હાઇવે પોલીસની કામગીરી પર આનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.