Surat/ જી-7 દેશોએ રફ હિરા પર પ્રતિબંધ લગાવતા સુરતના હીરા ઉદ્યોગને થશે માઠી અસર

જરાતનું સુરત શહેર ‘Diamond city’ તરીકે વધુ પ્રખ્યાત છે. સુરતમાં બનાવવામાં આવતા હિરા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

Top Stories Gujarat Surat
મૃત્યુદરમાં થશે ઘટાડો 37 જી-7 દેશોએ રફ હિરા પર પ્રતિબંધ લગાવતા સુરતના હીરા ઉદ્યોગને થશે માઠી અસર

ગુજરાતના સુરત હિરા ઉદ્યોગને જી-7 દેશોના નિર્ણયથી માઠી અસર થશે. જી-7 દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ લગાવ્યો. આ નિર્ણયથી સુરત હિરા ઉદ્યોગમાં ભૂકંપ આવ્યો છે. રફ હિરા પર પ્રતિબંધને પગલે અનેક રત્નકલાકારો રોજગારી ગુમાવી શકે છે. કહેવાય છે કે જી-7 દેશોએ આ નિર્ણય યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે લીધો છે. યુક્રેન-રશિયાના યુદ્ધની જવાળા સુરતના હિરાઉદ્યોગ પર પડતી જોવા મળી છે.

ગુજરાતનું સુરત શહેર ‘Diamond city’ તરીકે વધુ પ્રખ્યાત છે. સુરતમાં બનાવવામાં આવતા હીરા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન રફ હિરાનો 30થી 35 ટકા માનવામાં આવે છે. એટલે કે રશિયન રફ હીરા સુરતના હીરા ઉદ્યોગમાં તૈયાર થાય છે. જેના થકી વધુ રત્નકલાકારોને રોજગારી મળે છે. પરંતુ જી-7 દેશોએ રશિયન રફ હીરાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવતા સુરતના હીરા ઉદ્યોગ સાથે રત્નકલાકારોને નુકસાન થશે. સુરતમાં અલ રોઝા કંપની દ્વારા રફ હીરાનું વર્ષે 4 બિલિયન ડોલરથી પણ વધુ વેચાણ થતું હતું. હવે જી-7 દેશોના નિર્ણયથી તેમાં ઘટાડો થતા હીરા ઉદ્યોગને માઠી અસર થશે.

સુરતમાં હીરા ઉદ્યોગનો કારોબાર મોટાપાયે ચાલે છે. લાખો કારીગરો આ ધંધામાં સંકળાયેલા છે. કોરોના સમયે સૌથી વધુ નુકસાન આ ઉદ્યોગમાં જોવા મળ્યું હતું. અનેક રત્નકલાકારોએ તે સમયે બેરોજગાર બન્યા હતા તો કેટલાકે આર્થિક સંકડામણના કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. કોરોના બાદ સ્થિતિમાં સુધારો થતા હીરા ઉદ્યોગમાં પણ ચમક પાછી આવી. પરંતુ હવે જી-7 દેશો દ્વારા રશિયા રફ હીરા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જેમાંથી સુરતના ઉદ્યોગને વધુ ઉદ્યોગ મળે છે. આ પ્રતિબંધની સુરતના હીરા ઉદ્યોગ પર માઠી અસર થશે અને રત્નકલાકારોની મુશ્કેલીઓમાં વધારો થશે.

કોરોનાની માર બાદ હીરા ઉદ્યોગમાં મંદીમાંથી બહાર આવ્યો હતો. રશિયા તરફથી રફ હીરાનું મોટું માર્કેટ મળતું હતું જ્યારે ઇઝરાયેલમાં પણ હીરાનો મોટાપાયે કારોબાર થતો હતો. જો કે જી-7 દેશોએ રશિયના રફ હીરા પર પ્રતિબંધ લાદવા અને ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં ફરી મંદી જોવા મળી શકે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :