Surendranagar/ માલવણ હાઇવે પર પોલીસ અને ગેડિયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ

પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા

Gujarat Others
a 128 માલવણ હાઇવે પર પોલીસ અને ગેડિયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ -સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો અને બુટલેગરોને પોલીસનો કોઈ ડર ન હોય તેવા બનાવો સતત સામે આવી રહ્યા છે. તેમાં પણ ફાયરિંગના અનેક બનાવો સામે આવતા રહે છે. તો જિલ્લામાંથી સમયાંતરે દેશી બનાવટનો વિદેશી દારૂ પકડાતો રહે છે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બુટલેગરો ખાસ દારૂ ઉતારતા હોય છે. ત્યારે માલવણ હાઇવે પર પોલીસ અને બુટલેગર વચ્ચે સામસામે ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.આજે ધનતેરસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધનતેરસનું મુહૂર્ત ફાયરિંગથી થયું છે તેમ કહી શકાય.

મળતી માહિતી પ્રમાણે હાઇવે ઉપર ચાલુ વહાનો એ ચોરી કરનાર ગેંગની વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે માલવણ પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષ તરફથી ફાયરિંગ થયું હતું.માલવણ હાઇવે પર જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર તરફથી પોલીસની જીપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં બુટલેગરો પોલીસની જીપ સાથે કાર અથડાવીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો : આંણદના વાસદ ગામ નજીક સર્જાયો અકસ્માત, કિન્નરનું મોત

બુટલેગરો કાર લઈને નાશી છૂટતા પોલીસે પણ તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરો કાર મૂકીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે બુટલેગરોને પકડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક બુટલેગરના પગ પર ગોળી વાગતા તે ઝડપાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો જાણે કે બેફામ બની ગયા છે. અહીં ઠેર ઠેર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતો રહે છે.

ઘાયલ બુટલેગરને હાલ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અહીં કોરોના ટેસ્ટ બાદ પોલીસ તેની વિધિવત રીતે ધરપકડ કરશે. આ સાથે જ પોલીસે કાર સહિત દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. એવી પણ માહિતી મળી છે કે કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો છે.