Not Set/ સુરેન્દ્રનગર: પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાજ કોંગ્રેસ અને ભાજપ બન્ને નક્ષોમા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો જવા પામ્યો છે અને પક્ષ પલ્ટાનો દોર શરૂ થઇ છે ત્યારે ચોટીલાના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ ને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે. [embedyt] https://www.youtube.com/watch?v=1Kh6sAVMvl0[/embedyt] સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ના ઉમેદવાર ની ટીકીટ […]

Gujarat Others Politics
Shmaji chauhan resign from congress સુરેન્દ્રનગર: પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાજ કોંગ્રેસ અને ભાજપ બન્ને નક્ષોમા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો જવા પામ્યો છે અને પક્ષ પલ્ટાનો દોર શરૂ થઇ છે ત્યારે ચોટીલાના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ ને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે.

[embedyt] https://www.youtube.com/watch?v=1Kh6sAVMvl0[/embedyt]

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ના ઉમેદવાર ની ટીકીટ જાહેર થતાજ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો મા ઉમેદવાર ને લઇ નારાજગી જોવા મળી રહી છે ભાજપ માથી થોડા મહિના પહેલા કોંગ્રેસ મા આ આવેલા ચોટીલા ના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ ને કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા લોકસભાની ટીકીટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાને ટીકીટ મળવાની શકયતા ઓ નહિવંત જણાતા શામજી ચૌહાણ માં કોંગ્રેસ સામે રોષ જોવા મળ્યો હતો તેમજ કોંગ્રેસમા જોડાયા બાદ પણ પોતાને યોગ્ય હોદ્દો કે પદ આપવામાં આવ્યો નહતુ.  આથી પોતાના સમગ્ર જીલ્લામાંથી એક હજાર કરતા પણ સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી.  જેના ભાગરૂપે વઢવાણ મેડીકલ હોલ ખાતે સમર્થકો અને કોળી સમાજ સાથે બેઠક યોજી કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. જયારે આ તકે શામજી ચૌહાણ એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી સમાજ કહેસે તો અપક્ષ માંથી ફોર્મ ભરવાની અને લોકસભા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર ને હરાવવા સમર્થકો સાથે તમામ પુરતા પ્રયત્નો કરશે. તેમ જણાવ્યું હતું જોકે ભાજપ સાથે જોડાવવા અંગે પુછતા કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શામજી ચૌહાણ અપક્ષ, ભાજપ, શીવસેના અને કોંગ્રેસમાંથી ચુટણી લડી ચુક્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી અને આ રાજીનામાંથી કોને ફાયદો થશે તે તો આવનારા સમયમાં માલુમ પડશે.