Not Set/ સુરેન્દ્રનગર: થાનગઢ નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કપાયું

સામાન્ય નાગરિકનું વીજ જોડાણ કપાય ત્યારે સમજાયું પણ જયારે નગરપાલિકા જેવી મોટી સંસ્થાનું વીજ કનેક્શન કપાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. જ્યાં ડીજીટલાઈઝેશન ની વાત કરવામાં આવી રહી છે તેવામાં વીજ બીલ ના પણ ઠેકાણા નાં હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાની થાનગઢ ન.પા.એ વીજ બિલ નહીં ભરતા તેનું વીજ જોડાણ […]

Gujarat Others
થાનગઢ સુરેન્દ્રનગર: થાનગઢ નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કપાયું

સામાન્ય નાગરિકનું વીજ જોડાણ કપાય ત્યારે સમજાયું પણ જયારે નગરપાલિકા જેવી મોટી સંસ્થાનું વીજ કનેક્શન કપાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. જ્યાં ડીજીટલાઈઝેશન ની વાત કરવામાં આવી રહી છે તેવામાં વીજ બીલ ના પણ ઠેકાણા નાં હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાની થાનગઢ ન.પા.એ વીજ બિલ નહીં ભરતા તેનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. GEB  દ્વારા વીજ બિલ નહીં ભરતા આકરાં પગલા લેવામાં આવ્યા છે.

થાનગઢ નગરપાલિકાનું વીજ કનેક્શન પીજીવીસીએલ તંત્ર દ્વારા કાપી નાખવામાં આવતા મચી ગઈ છે. અંદાજે રૂ. 70000 /- જેટલું વીજબીલ બાકી હોઈ અવાર નવાર જાણ કરવા છતાં ભરપાઈ ન કરતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. નગરપાલિકાનું વીજ જોડાણ કપાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે.  વીજ  પુરવઠા વગર પાલિકાની કામગીરી પર પણ અસર પડતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. પાલિકાની બેદરકારીને કારણે અન્ય કર્મચારીઓને અને અરજદારોને અને પોતાના કામ લઈને જતી સામાન્ય સહન કરવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.