Surendranagar/ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતમાં જ તસ્કરોએ મચાવ્યો તરખાટ, લાખોની મત્તા ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે અને ચોરી લૂંટફાટ ના બનાવ માં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે હાલમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચોરીના બનાવવા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે

Gujarat Others
bhayali 13 શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતમાં જ તસ્કરોએ મચાવ્યો તરખાટ, લાખોની મત્તા ચોરી

@સચીન પીઠવા સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે અને ચોરી લૂંટફાટ ના બનાવ માં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે હાલમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચોરીના બનાવવા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત માં જ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ હાલમાં લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ગામોમાં ૧૧ સ્થળો ને ચોરો દ્વારા નિશાન બનાવી અને ચોરી કરવામાં આવ્યા હોવાની ફરિયાદો પોલીસ મથકોમાં નોંધાવવામાં આવી છે.

earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…

સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં લાખો રૂપિયાની મતાની ચોરી ના બનાવો સામે આવ્યા પામ્યા છે અને તસ્કરો શિયાળાની ગુલાબી ઠંડીનો લાભ મેળવી ચોરીના ગુનાઓ આચરી રહ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ આ બાબતે સતર્ક બની અને ચોરને ઝડપી લેવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ હાલમાં પોલીસ સમક્ષ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૧ જેટલા સ્થળોએ ચોરીના બનાવો સામે આવતા જાણે જિલ્લા પોલીસની તસ્કરોને  કોઈપણ જાતની પોલીસની ડર જ ના રહી હોય તેવું સ્પષ્ટ હાલમાં વર્તાઈ રહ્યું છે.

good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…

ત્યારે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવવા પામી છે ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામે ચોરો દ્વારા તરખાટ મચાવતા માં આવ્યો છે ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામમાં મોડી રાત્રે ચોરો દ્વારા પગ પેસરો કરી અને ગામમાં આવેલા બે મંદિરોમાં ચોરી આચર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે ખેરવા ગામે મોડી રાત્રે ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં અને કાળવાનાથ ના મંદિર ને ચોરો દ્વારા નિશાન બનાવીને મંદિરમાંથી ચોરી કર્યા હોવાનું હાલમાં જાણવા મળી ગયું છે.

ભીષણ આગ: ટાટા કેમિકલના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ……

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામમાં તસ્કરો દ્વારા તરખાટ મચાવતા માં આવ્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જેમાં ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં અને કાળવાનાથ મંદિરમાંથી ચોરી કર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વહેલી સવારે આ બાબતની જાણ ગામવાસીઓને તાત્કાલિક ધોરણે પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવતા ચામુંડા માતાજીના મંદિરમાંથી તસ્કરો દ્વારા ચામુંડા માતાજીની મૂર્તિની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું અને 50 જેટલા માતાજીના છતર  ની પણ  ચોરી કર્યા હોવાનું હાલમાં બહાર આવવા પામ્યું છે ત્યારે બીજી તરફ ગામમાં આવેલું અન્ય મંદિર કાળવાનાથ મંદિર તરીકે પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રખ્યાત છે તે મંદિરને પણ તસ્કરો દ્વારા ટાર્ગેટ કરીને મંદિર માં આવેલો મુગટ ની ચોરી કરવામાં આવી હતી અને ૧૦ જેટલા છતર આ મંદિરમાંથી ચોરો દ્વારા ચોરી કરી અને ચોરો હાલ નાસી છૂટવા પામ્યા છે.

દેવભૂમિ દ્વારકા: રેલવે સ્ટેશન પર હવે જર્મન સેફર્ડ કરશે ચેકીંગ……

ત્યારે આ બાબતે શંકરભાઇ ગાંડાભાઇ રાઠોડ જાતે અનુ.જાતિ ઉં.વ.૪૯ ધંધો મજુરી રહે.ખેરવા જુના દલિતવાસ તા.પાટડી  નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, રાત્રિના આશરે સાતેક વાગ્યાથી  સવારના કલાક સાતેક વાગ્યા પહેલાના ગમે તે સમયે  આરોપી અજાણ્યા ચોર ઇસમો રાત્રિના સમયે ફરીયાદીના કુળદેવી ચામુંડા માતાજીના મંદિર માંથી ચાંદીની મૂર્તિ તથા ચાંદીના છત્તરો જેનો કુલ વજન આશરે ૨.૫ કિ.ગ્રા. જેની હાલની ચોક્કસ કિંમતનો ખ્યાલ નથી તથા ખેરવા ગામના ભરવાડ વાસના કાળવાનાથના મંદિરેથી ચાંદીનો મુગટ તથા ચાંદીના છત્તરોની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. શ્રી એન.બી.ડોડીયા બજાણા (માલવણ) પો.સ્ટે. નાઓ કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામમાં મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામમાં મોડી રાત્રે તસ્કરો દ્વારા બે મંદિરને ટાર્ગેટ કરી અને લાખો રુપિયાની મત્તાની ચોરી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ચાંદીની મૂર્તિ અને ૬૦ જેટલા છતરો ની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી છે જેમાં ગામમાં આવેલ ચામુંડા માતાજી ના મંદિર માં આવેલી ચાંદીની 750 ગ્રામ ની ચાંદી ની મૂર્તિ ની ઉઠાતા કરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે અને ચામુંડા માતાજીના મંદિરમાં આવેલા માતાજીના 50 જેટલા છતરો ની પણ ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગામમાં જ આવેલ બીજું મંદિર કાળવાનાથ ના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો છે.

ત્યારે કાળવાનાથ ના મંદિર ને પણ મોડી રાત્રે તસ્કરો દ્વારા ટાર્ગેટ કરી અને મંદીરમાંથી ૧૦ જેટલા છતરો ની ચોરી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખેરવા ગામમાં એક જ દિવસમાં બે ચોરીના બનાવ સામે આવતા ગ્રામજનોમાં હાલમાં આ બાબતે અનેક પ્રકારની ચર્ચાઓ ઊભી થઈ છે અને હાલમાં નાના એવા ગામ ખેરવા ગામમાં મંદિરમાં ચોરી થતાં હાલમાં નાના એવા ગામમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન થઇ જવા પામ્યો છે. ત્યારે ગ્રામજનો પણ હાલમાં પોલીસ સમક્ષ માંગ કરી રહ્યા છે અને ઇચ્છી રહ્યા છે કે જે તસ્કરો દ્વારા આ ચોરી આચરવામાં આવી છે તેમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે..

ત્યારે આગામી દિવસોમાં ચોરીના વધતા ગુના સામે સુરેન્દ્રનગર પોલીસ સતર્ક બની અને આવા ચોરી કરનાર તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી જિલ્લા વાસીઓ સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ આશા રાખીને બેઠા છે..