Not Set/ સર્જિકલ સ્ટ્રાઈક 2: ભારત દ્વારા કરાયેલ Air Strike જાણો 10 મહત્વની વાતો

પુલવામા આતંકવાદી હુમલાના 13 મા દિવસે, ભારતે પાકિસ્તાન જોડે બદલો લઈ જડબાતોડ જવાબ આપ્યો છે. 29 સપ્ટેમ્બર, 2016 ના રોજ ઉરી હુમલા બાદ પણ ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટાઇક કરી હતી. આજે (મંગળવાર, 26 મી ફેબ્રુઆરી 2019) પાકિસ્તાન સરહદમાં એર ફોર્સ દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક કરતા ઘણી મોટી છે. તેને સર્જીકલ સ્ટ્રાઈક 2 […]

Top Stories India
air strike on pak સર્જિકલ સ્ટ્રાઈક 2: ભારત દ્વારા કરાયેલ Air Strike જાણો 10 મહત્વની વાતો

પુલવામા આતંકવાદી હુમલાના 13 મા દિવસે, ભારતે પાકિસ્તાન જોડે બદલો લઈ જડબાતોડ જવાબ આપ્યો છે. 29 સપ્ટેમ્બર, 2016 ના રોજ ઉરી હુમલા બાદ પણ ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટાઇક કરી હતી. આજે (મંગળવાર, 26 મી ફેબ્રુઆરી 2019) પાકિસ્તાન સરહદમાં એર ફોર્સ દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક કરતા ઘણી મોટી છે. તેને સર્જીકલ સ્ટ્રાઈક 2 પણ કહેવામાં આવે છે. ભારતના  મીરાજ વિમાનો દ્વારા સરહદ પાર કરી એટલી ઝડપે આક્રમણ કરવામા આવ્યુ હતુ કે પાકિસ્તાન વિચારવા સમય જ ના મળ્યો

જાણો- સર્જિકલ સ્ટ્રાઈકના 10 મુખ્ય બાબતો

  1. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકવાદી હુમલામાં 40 સૈનિકો માર્યા ગયા હતા. ત્યારથી શહીદોના પરિવાર સહિત સમગ્ર દેશ મોટો બદલો લેવાની માગણી કરી રહ્યો હતો.
  2. મંગળવારે સવારે 3:30 વાગ્યે, ભારતીય હવાઇ દળના 12 મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા પાકિસ્તાની સરહદમાં Air Strike કરવામા આવી.
  3. લગભગ 21 મિનિટ એયર સ્ટ્રાઇક પાકિસ્તાનના ત્રણ સ્થળોએ બાલકોટ, ચકોટી અને મુઝફરાબાદના આતંકવાદી કેમ્પ પર હુમલો કરવામા આવ્યો હતો .
  4. ભારતીય હવાઇ દળએ આ એયર સ્ટ્રાઇકમાં 1000 કિલો વિસ્ફોટક બૉમ્બ ફેંકીને પાકિસ્તાની સરહદમાં ભારે વિનાશ સર્જ્યો છે. જૈશ-એ-મુહમ્મદનું કંટ્રોલ રૂમ આલ્ફા-3 સંપૂર્ણપણે નાશ કરાયો.
  5. પાકિસ્તાન આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે 5:12 વાગ્યે (ભારતીય સમય મુજબ) પર ટ્વીટ કરીને આ હુમલા વિશે માહિતી આપી હતી. તેઓએ ભારતીય હવાઈ દળ પર એલઓસીનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો હતો અને હુમલાની પુષ્ટિ કરી હતી.
  6. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સવારે 7:06 વાગ્યે (ભારતીય સમય મુજબ) પર બીજી ટ્વીટ કરીને કોઈપણ પ્રકારના નુકસાનને નકાર્યુ હતુ.
  7. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ઇસ્લામાબાદ સ્થિત વિદેશ મંત્રાલયમાં કટોકટીની બેઠક બોલાવી છે. ભારતને સમજદારી થી કામ કરવાથી શીખામણ આપી છે.
  8. ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર કેબિનેટ સમિતિની બેઠક પણ શરૂ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સચિવો બેઠકમાં હાજર હતા.
  9. પાકિસ્તાનના એફ -16 ફાઇટર વિમાનોએ ભારતીય હવાઇ દળની એર સ્ટ્રાઈકનો મુકાબલો કરવા માટે ઉડાન ભરી હતી, પરંતુ મિરાજ કાફલો જોતા જ પાછા ફર્યા. સાથેજ ભારતીય સૈન્યએ 10:30 વાગ્યે કચ્છ, ગુજરાતની સરહદ પર પાકિસ્તાની ડ્રૉનને તોડી પાડ્યુ.
  10. 1971 ના યુદ્ધ પછી આ પહેલી વખત છે કે જ્યારે ભારતીય હવાઇ દળના ફાઇટર વિમાનો પાકિસ્તાની સરહદની અંદર બાલકોટ (ખૈબર પખ્તુંક્વાવા) સુધી જઇ હુમલો કર્યો. અહીં એર ફોર્સે જૈશ-એ-મોહમ્મદનું સૌથી મોટું આતંકવાદી કેમ્પ નષ્ટ કર્યું છે.