Not Set/ ગુનીત મોંગાને મળ્યો ઓસ્કાર, બોલિવૂડે આપ્યા વધામણા

મુંબઇ, લોસ એન્જિલસમાં યોજાયેલા 91માં એકેડમી એવોર્ડ ઓસ્કારમાં પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ પ્રાપ્ત થયા બાદ ઘણ બોલિવૂડ સ્ટારે પ્રોડ્યૂસર ગુનીત મોંગાને ખોબલે ને ખોબલે વધામણીઓ આપી છે. આ કલાકારોમાં પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર સહિત ઘણા સ્ટારનો સમાવેશ થા. છે પ્રિયંકાએ ગુનીતને અભિનંદન આપતા કહ્યું કે  આ ક્ષણ આ સાંજની સૌથી વિશેષ ક્ષણ […]

Uncategorized
ik 11 ગુનીત મોંગાને મળ્યો ઓસ્કાર, બોલિવૂડે આપ્યા વધામણા

મુંબઇ,

લોસ એન્જિલસમાં યોજાયેલા 91માં એકેડમી એવોર્ડ ઓસ્કારમાં પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ પ્રાપ્ત થયા બાદ ઘણ બોલિવૂડ સ્ટારે પ્રોડ્યૂસર ગુનીત મોંગાને ખોબલે ને ખોબલે વધામણીઓ આપી છે. આ કલાકારોમાં પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર સહિત ઘણા સ્ટારનો સમાવેશ થા. છે પ્રિયંકાએ ગુનીતને અભિનંદન આપતા કહ્યું કે  આ ક્ષણ આ સાંજની સૌથી વિશેષ ક્ષણ છે. જેમાં માસિક ધર્મની કુરિતીઓને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ફિલ્મની આખી ટીમ અને મારા સાહસી દોસ્ત ગુનીતને ખૂબ ખૂબ અભિનંદન.

તો પેડમેન જેવી માસિક ધર્મ બાબતે જાગૃતિ દર્શાવતી ફિલ્મના હીરો અક્ષય કુમારે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે ગુનીત અને આખી ટીમને અભિનંદન.તમે આ જીતના હકદાર છો.  તો વિકી કૌશલે પણ ગુનીતને વધામણી આપી હતી. આ ઉપરાંત  પરેશ રાવલ, દેવદત્ત પટનાયક, આર.સરથ કુમાર સહિતના લોકોએ ગુનીતને અભિનંદન પાઠવ્યા હતા.