Not Set/ હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી, સાથે મળી આવ્યા સર્કિટ તેમજ કેમેરો

હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી આવ્યું પેરાસુટ સાથે બે થર્મોકોલના બોક્સ મળ્યા બોક્સમાં સર્કિટ તેમજ કેમેરો મળી આવ્યો દેશ અને રાજ્યમાં એક તરફ આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટનાં પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. એવા સંજોગોમાં મોરબી જીલ્લામાં શંકાસ્પદ પેરાશૂટ મળતા અફરાતફરી મચી જવા પામી હતી.  વાત જાણે એમ છે કે, ધાંગધ્રા […]

Top Stories Gujarat Others
pjimage 4 હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી, સાથે મળી આવ્યા સર્કિટ તેમજ કેમેરો
  • હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી આવ્યું
  • પેરાસુટ સાથે બે થર્મોકોલના બોક્સ મળ્યા
  • બોક્સમાં સર્કિટ તેમજ કેમેરો મળી આવ્યો

દેશ અને રાજ્યમાં એક તરફ આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટનાં પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. એવા સંજોગોમાં મોરબી જીલ્લામાં શંકાસ્પદ પેરાશૂટ મળતા અફરાતફરી મચી જવા પામી હતી.  વાત જાણે એમ છે કે, ધાંગધ્રા અને હળવદ તાલુકાનાં છેવાડાનાં ગામો ભારત – પાકિસ્તાનની સરહદથી તદન નજીક આવેલા છે. અને હાલ ભારતીય સેના આને ઇન્ટલીજન્સ દ્વારા દેશમાં મોટા આતંકી હુમલાની આશંકા જાતાવાઇ રહી છે તેવા સમયે જ મોરબીના હળવદ નજીક વેગડવાવ રોડ પરથી શંકાસ્પદ પેરા શૂટ મળી છે.

parashoot હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી, સાથે મળી આવ્યા સર્કિટ તેમજ કેમેરો

પેરાશૂટ સાથે બે મોટા થર્મોકોલ બોક્સ પણ જોવામા આવ્યા તે સાથે સાથે બોક્સમાં સર્કિટ તેમજ કેમરો પણ મળી આવ્યો હતો. પેરાશૂટ મળી આવતા ગામ અને આસપાસનાં વિસ્તારોમાં અફરા તફરી મચી હતી. મામલાની જાણ પોલીસને તાકીદે કરી દોવામા આવતા. પોલીસ દ્વારા પ્રાથમીક તપાસ કરી હાલ પેરાશૂટ અને બોક્સ સહિતનો સામાન FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

parashoot.PNG1 હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી, સાથે મળી આવ્યા સર્કિટ તેમજ કેમેરો

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, FSLના રિપોર્ટ બાદ જ પેરાશૂટ અંગેની હકીકતો જાણી શકાશે. મહત્વનું છે કે, રાજ્યમાં આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. એવા સંજોગોમાં શંકાસ્પદ પેરાશૂટ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના સરહદી વિસ્તારમાં આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. પોલીસ તેમજ મામલતદાર તંત્ર સહિતની સુરક્ષા એજન્સી દ્વારા આ મામલાને લઇને સતર્કતા વરતાઇ રહી છે.

parashoot.PNG2 હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ મળી, સાથે મળી આવ્યા સર્કિટ તેમજ કેમેરો

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ ઉત્તર ગુજરાતનાં પાકિસ્તાની સરહદી વિસ્તારમાં નાની પેરાશૂટ સાથે બોક્સ મળી આવતા અફરાતફરી સર્જાઇ હતી. બાદમાં તપાસ કરતા જાણવા મળેલું હતું કે, આ હવામાન વિભાગ દ્વારા હવામાનની જાણકારી માટે હવામાં છોડવામાં આવ્યા હતા જેથી તંત્ર અને સ્થાનિકોને હાસકારો થયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન