Not Set/ SVP હોસ્પિટલમાં ફરી વિવાદ/ નર્સિગ સ્ટાફ દ્વારા કરાયો હલ્લાબોલ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યોચે. રાજ્યમાં કોરોના પોઝિટીવ  આંક સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મીઓ દ્વારા અમદાવાદની SVP  હોઅપીતાલ ખાતે હલ્લા બોલ કરવામાં આવ્યો છે. કર્મીઓનાં પગારકાપને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલનો 75 ટકા નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા ચર્ચામાં આવી છે. પ્રાપ્ત […]

Ahmedabad Gujarat
8a3582b9b33fbfa24e634c6391d2c3f6 SVP હોસ્પિટલમાં ફરી વિવાદ/ નર્સિગ સ્ટાફ દ્વારા કરાયો હલ્લાબોલ
8a3582b9b33fbfa24e634c6391d2c3f6 SVP હોસ્પિટલમાં ફરી વિવાદ/ નર્સિગ સ્ટાફ દ્વારા કરાયો હલ્લાબોલ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યોચે. રાજ્યમાં કોરોના પોઝિટીવ  આંક સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મીઓ દ્વારા અમદાવાદની SVP  હોઅપીતાલ ખાતે હલ્લા બોલ કરવામાં આવ્યો છે. કર્મીઓનાં પગારકાપને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલનો 75 ટકા નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા ચર્ચામાં આવી છે.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, નર્સિગ સ્ટાફના પગારમાં 20% થી વધારેનો કાપ મુકવામાં આવ્યો છે. જીવ જોખમે પોતાની ફરજ નિભાવતા આ કર્મચારીઓમાં પગર્કાપને લઈને રોષ ફેલાયો છે. વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને કામથી અળગો રહ્યો છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ ઘરણાં યોજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એકસાથે 200થી વધારે સ્ટાફના પગારમાં કપાત કરવામાં આવ્યો છે. આમ પગારમાં 10 હજારથી 12 હજાર રૂપિયા સુધીનો કાપ મુકવામાં આવતા નર્સિગ સ્ટાફના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ સાથે જ કામ કરવું હોય તો કરો નહિ તો જોબ છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. તો સંચાલકોએ દ્વારા કંપની લોસમાં છે તેવું કહી બચાવ કર્યો હતો. આ ઘટનાને લઇને હોસ્પિટલનો 75 ટકા સ્ટાફ ધરણાં પર ઉતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.