સોશિયલ મીડિયા/ પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં હંસ અને તેના બાળકોનો એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Photo Gallery
1 431 પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં હંસ અને તેના બાળકોનો એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં હંસની પીઠ પર તેના છ બાળકો દેખાઇ રહ્યા છે. આ તસવીરની પાછળની વાર્તા પણ વધુ ભાવનાત્મક છે. જણાવી દઇએ કે, માદા હંસનાં મૃત્યુ પછી, નર હંસ પોતાના બાળકોને પોતાની પીઠ પર બેસાડીને ફરી રહ્યો છે. ફોટોગ્રાફર મેથ્યુ રાઇફમેને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 432 પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો

મોટો ઉલટફેર / પશુપતિ પારસ LJP નાં નવા નેતા, ચિરાગ પાસવાનને લોકસભામાં નેતા પદ પરથી હટાવાયા

હંસ માતાનાં અવસાન પછી, પોતાના બાળકોને પોતોની પાંખોની વચ્ચે લઇ જતો હંસ પિતા, જેની તસવીરોએ ઘણા લોકોનાં હ્રદયને સ્પર્સ કર્યુ હતુ. રાઇફમેનની પોસ્ટ મુજબ, છ તંદુરસ્ત હંસનાં બાળકોને જન્મ આપ્યા બાદ તુરંત માતા હંસની કોઇ કારણોસર મોત થઇ જાય છે. ત્યારબાદથી હંસનાં પિતા બાળકોની સંભાળ લેતા જોવા મળે છે. પાપા હંસની આ તસવીરો બોસ્ટનની છે. એક બેબી હંસ ડૂબી ગયુ, જ્યારે બીજાને એનિમલ કંટ્રોલ દ્વારા બચાવી લેવામાં આવ્યું, પરંતુ પાપા હંસને તેની હાલત પર છોડી દેવામાં આવ્યો.

1 434 પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો

રાજકીય સંગ્રામ / ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મિત્રતા ખુબ વધી છે : કેજરીવાલ

ફોટોગ્રાફર મેથ્યુ રાઇફમેન દ્વારા શેર કરેલા ફોટોગ્રાફ્સ મુજબ ત્રણ બાળ હંસ તેમના પિતા હંસની પાંખો વચ્ચે ચાલતા જોવા મળે છે જ્યારે ચોથું બાળક પાણીમાં તેની પાછળ ચાલે છે. આ દ્રશ્યનો વીડિયો પણ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બોસ્ટન ગ્લોબનાં જણાવ્યા અનુસાર ‘ટૂ કીલ એ મોકિંગબર્ડ’ નવલકથામાં વિધવા એટિકસ ફિંચ પછી, ફાધર હંસને એટિકસ કહેવામાં આવે છે.

1 433 પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો

મોટા સમાચાર / અદાણી ગ્રૂપને 43,500 કરોડ રૂપિયાનો આંચકો, વિદેશી ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ

તસવીરોને મલ્ટીપલ પ્લેટફોર્મ પર ફરીથી પોસ્ટ કરવામાં આવ્યા છે. આ તસવીરો બોસ્ટનનાં લોકોમાં એકદમ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતા લોકો પાપા હંસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. સીબીએસ બોસ્ટન ન્યૂઝનાં પત્રકારે પણ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. ન્યૂ ઈંગ્લેન્ડ વાઇલ્ડલાઇફ સેન્ટરનાં પશુચિકિત્સક ગ્રેગ મર્ટ્ઝે બોસ્ટન ગ્લોબને કહ્યું, “એક હંસ જે એક સાથીને ખોઇ દે છે, તે ઉદાસ અને એકલો થઇ જાય છે, અને પોતાને દૂર ખેંચી શકે છે.

kalmukho str 8 પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો