Ahmedabad/ કોરોનાકાળમાં સફાઇ કર્મીઓ હડતાલ પર, AMC ની મુખ્ય કચેરી બહાર જોવા મળ્યો આવો નજારો

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી સફાઇ કર્મીઓ હડતાલ પર છે. નવા પશ્ચિમ ઝોનનાં 6500 જેટલા કર્મચારીઓને બાદશાનાં મળતા તેઓ હડતાલ પર ઉતરતા હતાં….

Ahmedabad Gujarat
zzas1 48 કોરોનાકાળમાં સફાઇ કર્મીઓ હડતાલ પર, AMC ની મુખ્ય કચેરી બહાર જોવા મળ્યો આવો નજારો

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી સફાઇ કર્મીઓ હડતાલ પર છે. નવા પશ્ચિમ ઝોનનાં 6500 જેટલા કર્મચારીઓને વારસાઈ હક ન મળતા તેઓ હડતાલ પર ઉતર્યા હતા. જેના પગલે અનેક વખત રજૂઆત બાદ પણ કોઇ નિરાકરણ ન આવતા સફાઇ કર્મીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.

zzas1 49 કોરોનાકાળમાં સફાઇ કર્મીઓ હડતાલ પર, AMC ની મુખ્ય કચેરી બહાર જોવા મળ્યો આવો નજારો

પાંચ દિવસથી અમદાવાદનાં તમામ સફાઇ કર્મીઓ હડતાલ પર તો છે. જેના પગલે અમદાવાદમાં સમગ્ર જગ્યા પર સફાઇ કરવામાં નથી આવી રહી. ત્યારે આજે અમદાવાદ મહાનગરપાલીકાની મુખ્ય કચેરી દાણાપીઠની બહાર મોટી સંખ્યામાં સફાઇ કર્મીઓએ કોર્પોરેશનનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કોર્પોરેશન પરિસરને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવી હતી. મુખ્ય તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શહેરનાં સફાઈ કામદારો કામકાજથી અળગા રહેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે, ત્યારે આજે કોર્પોરેશન બહાર હાય રે કોર્પોરેશનનાં નારા લગાવવામાં આવ્યા હતા અને તેમની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા માટેની રજૂઆત પણ કરવામાં આવી, જેમાં એક મહિલા બેભાન પણ થઇ ગયા હતા. ત્યારે આગામી દિવસમાં જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાલ પર જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનાં કેસ રાજ્યમાં સૌથી વધારે છે. ત્યારે AMC તરફથી સતત જનતાને જાગૃત કરવામાં આવી રહી છે, વળી કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થાય ત્યારે જનતા પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવે છે પરંતુ આજે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર મોટી સંખ્યામાં સફાઇકર્મીઓ એકઠા થયા છે ત્યારે AMC દ્વારા કેમ તાત્કાલિક આ મામલાને સમેટવામાં નથી આવી રહ્યો તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો