Not Set/ સુરત/ મહુવા સુગરની સામાન્ય સભામાં હોબાળો, માઈક ઝૂંટવી સંચાલકોને લીધા આડે હાથ

સુરત જિલ્લા ની મળેલ 44 મી  મહુવા સુગર ની સામાન્ય સભા આજે હોબાળો થયો હતો. સભામાં ગત વર્ષ ના એજન્ડા ના કામોની ચર્ચા પેહલા કરવાનું જણાવી  સભાસદો એ હલ્લાબોલ કર્યું હતું. સભાસદો એ માઈક ઝૂંટવી લઇ સભા અટકાવી સંચાલકો ને આડે હાથ લીધા હતા. સુરત જિલ્લાની વિવાદિત સુગર ફેક્ટરી ગણાતી મહુવા સુગર ની આજે ૪૪ […]

Gujarat Surat
મહુવા સુરત/ મહુવા સુગરની સામાન્ય સભામાં હોબાળો, માઈક ઝૂંટવી સંચાલકોને લીધા આડે હાથ

સુરત જિલ્લા ની મળેલ 44 મી  મહુવા સુગર ની સામાન્ય સભા આજે હોબાળો થયો હતો. સભામાં ગત વર્ષ ના એજન્ડા ના કામોની ચર્ચા પેહલા કરવાનું જણાવી  સભાસદો એ હલ્લાબોલ કર્યું હતું. સભાસદો એ માઈક ઝૂંટવી લઇ સભા અટકાવી સંચાલકો ને આડે હાથ લીધા હતા.

સુરત જિલ્લાની વિવાદિત સુગર ફેક્ટરી ગણાતી મહુવા સુગર ની આજે ૪૪ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. કેટલાક દિવસો થી મહુવા સુગર માં પ્રમુખ બલ્લુ ભાઈ પટેલ સહીતની પેનલ એક હથ્થુ  શાસન ચલાવતા અને સુગર માં ભગવું રાજકારણ ના સભાસદોના આક્ષેપ સાથે  દિવસો થી  રોષ ફેલાયો હતો.

આજે જયારે સામાન્ય સભા ની શરૂઆત થઇ ત્યારે  સભાસદો અકળાયા હતા . એજન્ડા ના કામો શરૂ થાય તે પહેલાજ  સભાસદો એ પ્રશ્નો નો મારો ચલાવ્યો હતો . અને ગત વર્ષ ની સાધારણ સભા બબાલ માં પૂર્ણ થતા ગત વર્ષ ના એજન્ડા ના કામો ની પેહલા ચર્ચા કરવાનું જણાવતા મામલો ગરમાયો હતો .

સભા ની શરૂઆત ના સમયે જે મુદ્દે કેટલાક સભાસદો એ  સભા માં રજૂઆત કરવાની માંગ કરી હતી. અને તેઓ નું નહિ સાંભળતા હોવાની રજૂઆત પણ કરી હતી. જોકે દિવસો અગાઉ થીજ આ સભાસદો ને માહિતી આપી દેવાયા નું તેમજ ગત વર્ષ ની સભા ની કામગીરી અને એજન્ડા સર્વાનુમતે જેતે દિવસે બહુમતી થી પસાર કરાયા નું જણાવી સભાસદો ના આક્ષેપ ને સંચાલકો એ ફગાવ્યા હતા.

તોફાની બનેલ સાધારણ સભા માં આખરે સંચાલકો વતી સભા ના પ્રમુખ નરેશ પટેલ દ્વારા સભાસદો ને સમજાવવા પ્રયાસો કરી  મામલો થાળ એ પાડ્યો હતો .  ૨૨ હજાર થી વધુ સભાસદો ધરાવતી મહુવા સુગર ને અનેક પારિતોષિકો પણ મળ્યા છે. અને ચાલુ વર્ષે ૧૧ ટકા જેટલી રિકવરી સંસ્થા એ મેળવી છે. ત્યારે સભામાં સંસ્થામાં પુરવઠો આપનારા ખેડૂત સભાસદો નો પણ આભાર વ્યક્ત કરાયો હતો .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.