Not Set/ ઘઉંની ખરીદી અટકતા તંત્રએ તાતને આપી તકલીફ

ઘઉંની ખરીદી અટકતા તંત્રએ તાતને આપી તકલીફ

Gujarat Others Trending
kejrivaal 13 ઘઉંની ખરીદી અટકતા તંત્રએ તાતને આપી તકલીફ

સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીની શરૂ થઇ છે ત્યાં  અરવલ્લી જિલ્લામાં ગોડાઉન અભાવે ઘઉંની ખરીદી ચાલુ નહિ થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખરીદી પૂર્વે  આયોજનના અભાવે ખેડૂતોને ઘઉંની ખરીદી ક્યારે શરુ થાય તેની રાહ જોવાનો વારો આવ્યો છે.

  • તંત્રના પાપે તાતને જોવી પડશે રાહ
  • અરવલ્લીના મોડાસામાં તંત્રની વિચિત્ર વહીવટ

સમગ્ર રાજ્યમાં ઘઉંની 395 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ટેકાની ખરીદી ચાલુ કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતોને આશા હતી કે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે. આ તરફ જિલ્લામાં 68 હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યા બાદ પાક છેલ્લા પંદર દિવસથી તૈયાર થઇ ગયો છે. જોકે હવે તંત્રના પાપે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેચવા રાહ જોઈ પડી રહી છે. કારણ માત્ર એટલું જ છે કે અરવલ્લી જિલ્લામાં માત્ર કારણ ગોડાઉનનો અભાવ છે જેથી આજે જેથી હજુ સુધી જિલ્લામાં ખરીદી થઇ શકી નથી.

  • તાત્કાલિક ખરીદી શરૂ કરવા અંગે તંત્રએ શરૂ કરી કવાયત્
  • એકાદ દિવસમાં ખરીદી શરૂ કરવાની અપાઇ બાંયધરી
  • રજીસ્ટ્રેશન કરનારા ખેડૂતોને કરવામાં આવશે જાણ

 સમગ્ર મામલે મોડાસા ખરીદ કેન્દ્રના ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે અરવલ્લી જિલ્લામાં 4106 ખેડૂતોએ નોંધણી કરાવી છે પણ કેટલાક કેન્દ્રો ઉપર ગોડાઉનના અભાવે ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા નથી, જેના પગલે ખરીદી હજુ સુધી થઇ શકી નથી.

ખેડૂતોએ પાક લણવાનું શરૂ કર્યું

આ તરફ ખેડૂતોએ પોતાના આગોતરા આયોજન પ્રમાણે પાક લણવાનું શરૂ કર્યું છે, જોકે હવે પાકને લણી લીધા બાદ ખેડૂતો  ઘઉંની ખરીદી ન થતા મુશ્કેલીમાં મૂકાયા છે.