Technology/ Redmiના આ 4 કેમેરાવાળા ફોનને સસ્તામાં ખરીદવાની તક, ઉઠાવો લાભ

શાઓમી (Xiaomi)નો તાજેતરમાં લોન્ચ થયેલો રેડમી નોટ ( Redmi Note 10)ને આજે સેલમાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે. એમેઝોન ઇન્ડિયા પર 12 વાગ્યાથી તેનું વેચાણ શરૂ થઇ ગયું છે. ખાસ વાત એ છે કે આજે ફોનની ખરીદી પર ગ્રાહકો ડિસ્કાઉન્ટમાં આ ફોન ઘરે લાવી શકે છે. કંપનીએ આ ફોનની શરુઆતી કિંમત 11,999 રૂપિયા રાખી […]

Tech & Auto
redmi 10 Redmiના આ 4 કેમેરાવાળા ફોનને સસ્તામાં ખરીદવાની તક, ઉઠાવો લાભ

શાઓમી (Xiaomi)નો તાજેતરમાં લોન્ચ થયેલો રેડમી નોટ ( Redmi Note 10)ને આજે સેલમાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે. એમેઝોન ઇન્ડિયા પર 12 વાગ્યાથી તેનું વેચાણ શરૂ થઇ ગયું છે. ખાસ વાત એ છે કે આજે ફોનની ખરીદી પર ગ્રાહકો ડિસ્કાઉન્ટમાં આ ફોન ઘરે લાવી શકે છે. કંપનીએ આ ફોનની શરુઆતી કિંમત 11,999 રૂપિયા રાખી છે.

આ કિંમતમાં આ ફોનની સૌથી ખાસ વાત તેનો 48 મેગાપિક્સલનો ક્વાડ કેમેરો અને તેની પાવરફૂલ બેટરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો ગ્રાહકો ફોન ખરીદવા માટે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે, તો તેમને 500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

હોન્ડાએ રજૂ કરી શાનદાર ઓફર, આ મોડલ્સની ખરીદી પર મળશે 5000 રુપિયાનું કેશબેક

જાણો આ ફોનની સુવિધાઓ
રેડમી નોટ 10 માં 6.43 ઇંચની ફુલ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જે 1080×2400 પિક્સેલ્સનાં રિઝોલ્યુશન સાથે આવે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ રેડમી નોટ 10 માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 678 એસઓસી આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ બેસ્ટ એમઆઇયુઆઇ 12 પર કામ કરે છે.

આમાં 6 જીબી સુધીની એલપીડીડીઆર 4 એક્સ રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનની મેમરીને 512 જીબી સુધી વધારી શકાય છે.

Xiaomi Redmi Note 10 Pro pictures, official photos

48 મેગાપિક્સલનો કેમેરો
આ ફોનમાં એલઇડી ફ્લેશ સાથે ક્વાડ રીયર કેમેરા સેટઅપ છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો-શૂટર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફોનના આગળના ભાગમાં 13 મેગાપિક્સલનો કેમેરો છે.

Xiaomi Redmi Note 10 launched: Everything you need to know

રેડમી નોટ 10 માં પાવર માટે, 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPS / A-GPS, ઇન્ફ્રારેડ, યુએસબી ટાઇપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક જેવી સુવિધાઓ છે.