Not Set/ કાયદાને હાથમાં લેતી ભીડ ભૂલી માણસાઇ, બાળક ચોરીની અફવામાં નિર્દોષને ઢોર માર મારી કરી હત્યા

દેશમાં લોકોએ હવે કાયદાને હાથમાં લેવાનુ જાણે નક્કી જ કરી દીધુ છે. જેને જોતા હાલમાં એવું લાગે છે કે માનવ જીવનનો કોઈ અર્થ નથી. અવાર-નવાર મોબ લિંચિંગની ઘટના આ તરફ જ સંકેત આપે છે. લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા લાખો પ્રયત્નો કર્યા પછી પણ ટોળાશાહીનો અંત આવી રહ્યો નથી. તાજો […]

India
largeimg10 Aug 2019 133316041 કાયદાને હાથમાં લેતી ભીડ ભૂલી માણસાઇ, બાળક ચોરીની અફવામાં નિર્દોષને ઢોર માર મારી કરી હત્યા

દેશમાં લોકોએ હવે કાયદાને હાથમાં લેવાનુ જાણે નક્કી જ કરી દીધુ છે. જેને જોતા હાલમાં એવું લાગે છે કે માનવ જીવનનો કોઈ અર્થ નથી. અવાર-નવાર મોબ લિંચિંગની ઘટના આ તરફ જ સંકેત આપે છે. લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા લાખો પ્રયત્નો કર્યા પછી પણ ટોળાશાહીનો અંત આવી રહ્યો નથી. તાજો મામલો બિહારથી સામે આવ્યો છે. જ્યાં બાળક ચોરીની અફવાએ એક નિર્દોષને ભીડે ઢોર માર મારી જીવ લઇ લીધો હતો. પાટનગર પટનાને અડીને આવેલા નૌબતપુરનાં મહમદપુરમાં લોકોએ બાળક ચોરીની અફવામાં એક નિર્દોષની જિંદગી છીનવી લીધી હતી. હત્યારા ટોળાએ તેને એટલો માર માર્યો કે હોસ્પિટલમાં લઈ જતાં જ તેનું મોત નીપજ્યું હતું.

પટનાનાં એસએસપી ગરિમા મલિકનાં જણાવ્યા અનુસાર, નૌબતપુરમાં આજે (શનિવારે) મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. બાળકોની ચોરીની અફવાને લઈને લોકોએ એક વ્યક્તિની હત્યા કરી હતી. પોલીસે જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં 22 લોકોની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક લોકોએ મહમદપુર ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિને જોતાં બાળકોની ચોરીની અફવા ફેલાવી હતી. જે બાદ ભીડ એકઠી થઈ હતી અને વ્યક્તિને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. ઘણા કલાકો સુધી, ભીડ તેના પર લાઠી-ડંડા મારતી રહી. તે વિનંતી કરતો રહ્યો પરંતુ ભીડને કોઈ દયા ન આવી. પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઇ જવા લાગી પણ તે પહેલા જ તેનો શ્વાસ બંધ થઇ ગયા.

આના એક દિવસ પહેલા બિહારનાં સાસારામમાં પણ મોબ લિંન્ચિગની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ચાર ચોરોને પકડ્યા હતા અને લોકોની સાથે તેઓને ખૂબ માર્યા ગયા હતા. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં લોકો કાયદાનું પાલન કરવાની જગ્યાએ તેનુ ઉલ્લઘંન વધુ કરતા જોવા મળી રહ્યા છે. માત્ર પોતાનો ગુસ્સો ઢાલવવા કોઇને મોતને ઘાટ ઉતારવો માણસાઇની મોત બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.