Recipe/ ઉત્તરાયણ પર ઘરે જ માણો બજાર જેવા જ સ્વાદિષ્ટ તલના લાડુનો આનંદ

શિયાળામાં તલ ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે. તો આજે અમે તમારા માટે તલની રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને ઉતરાયણ આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ દિવસે તલના લાડુ બનાવવામાં આવે છે,

Food Lifestyle
a 133 ઉત્તરાયણ પર ઘરે જ માણો બજાર જેવા જ સ્વાદિષ્ટ તલના લાડુનો આનંદ

શિયાળામાં તલ ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે. તો આજે અમે તમારા માટે તલની રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને ઉતરાયણ આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ દિવસે તલના લાડુ બનાવવામાં આવે છે, જો કે મોટાભાગે લોકો બહારથી તૈયાર લાડુ લઈ લેતા હોય છે પરંતુ આ વર્ષે તમે બહાર જેવા જ સ્વાદિષ્ટ લાડુ ઘરે બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય તલના લાડું.

સામગ્રી

સફેદ તલ   2 કપ (250 ગ્રામ)

ગોળ   1 કપ (250 ગ્રામ)

કાજુ   2 ચમચી

બદામ   2 ચમચી

એલચી પાવડર   જરૂર અનુસાર

ઘી   2 ચમચી

બનાવવાની રીત

સૌથી પહેલા તમે એક પેનમાં તલને શેકી લો.તલ બ્રાઉન થયા બાદ પછી તેને પ્લેટમાં નિકાળીને ઠંડા થવા દો. ત્યારબાદ ગોળને નાના-નાના ટૂકડામાં કટ કરી લો.

મકર સંક્રાંતિ પર શા માટે ખાવામાં આવે છે તલના લાડુ, રસપ્રદ છે તેનું કારણ | know the reason behind eating til and gur on makar sankranti ash | Gujarati News - News

હવે પેનમાં ઘી નાખી ગરમ કરી લો અને ગોળ ધીમી આંચ પર નરમ થવા દો.ગોળ નરમ થઇ જાય પછી ગેસ બંધ કરી દો.તે પછી ગોળમાં દરેક સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.

News & Views :: સૌંદર્ય અને આરોગ્ય આપતા તલના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, વાંચો તેની કહાણી

ગોળ ઠંડો પડે તે બાદ તેમાં તલને બરાબર મિક્ષ કરી લો. હાથ પર ધી લગાવી તૈયાર મિશ્રણના લાડુ બનાવી લો.ખાસ કરીને ધ્યાન રાખો કે મિશ્રણ ગરમ હોય ત્યાં સુધીમાંજ લાડુ બનાવી લો. તૈયાર છે તલના લાડુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો