Strike/ ગુજરાતમાં તલાટીઓની હડતાળ સમેટાઇ,આટલી માંગ સ્વીકારવામાં આવી,જાણો

તલાટી કમ મંત્રી છેલ્લા 20 દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. જોકે આજરોજ બ્રિજેશ મેરજા સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી.

Top Stories Gujarat
3 24 ગુજરાતમાં તલાટીઓની હડતાળ સમેટાઇ,આટલી માંગ સ્વીકારવામાં આવી,જાણો
  • તલાટીઓની હડતાળ સમેટાઇ
  • બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ નિર્ણય
  • પંચાયત મંત્રી છે બ્રિજેશ મેરજા
  • એક માંગણીને લઇને સમિતિની કરાઇ રચના
  • તલાટીઓની 5 પૈકી 3 માંગ સંતોષાઇ

ગુજરાતમાં તલાટીઓ છેલ્લા ગમા સમયથી હડતાળ પર હતા તેમની માંગ સ્વીકારી લેતા હવે હડતાળ સમેટાઇ લેવાઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈ વિરોધ કરી રહ્યા હતા. તલાટી કમ મંત્રી છેલ્લા 20 દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. જોકે આજરોજ બ્રિજેશ મેરજા સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમા તલાટી કમ મંત્રીઓની પાંચમાથી ત્રણ માગ સ્વીકારાતા હડતાળ સમેટાઈ છે. આ અંગે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ટ્વિટ કરી જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે તલાટીઓની માંગ સ્વીકારતા તલાટીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી,બ્રિજેશ મેરજાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના પ્રશ્નો,માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને મહામંડળ દ્વારા હકારાત્મક સંમતિ દર્શાવતા હળતાળ સમેટી લેવામાં આવી છે