OMG!/ તાલિબાનનો અત્યાચાર યથાવત, પૂર્વ આર્મી ઓફિસરને પકડી માર્યો ઢોર માર, Video

અફઘાન સરકારનાં ભૂતપૂર્વ કર્મચારીઓ માટે માફીની જાહેરાત કરવા છતાં, તેમના પર તાલિબાનનો અત્યાચાર ચાલુ જ છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Top Stories World
તાલિબાનનો હેવાન ચહેરો

અફઘાન સરકારનાં ભૂતપૂર્વ કર્મચારીઓ માટે માફીની જાહેરાત કરવા છતાં, તેમના પર તાલિબાનનો અત્યાચાર ચાલુ જ છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે તાલિબાનીઓ એક આર્મી ઓફિસરની ધરપકડ કર્યા બાદ પરેશાન કરી રહ્યા છે. વાયરલ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર તાલિબાનનાં બેવડા પાત્રને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો – નાગાલેન્ડ હત્યાકાંડની તપાસ / આવતીકાલે સેનાની ટીમ મોનની મુલાકાત લેશે, સ્થાનિક સંસ્થાઓએ મૂકી આ શરત

યુનિવર્સિટીનાં લેક્ચરર, હેકમતુલ્લા મીરઝાદા કહે છે, “તેમણે માફીની જાહેરાત કરી હતી અને આશા રાખવામાં આવી હતી કે વચનો પૂરા કરવાથી સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસ મજબૂત થશે.” ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “ઈસ્લામિક અમીરાતે રાજ્યપાલો અને સુરક્ષા વિભાગોનાં વડાઓ દ્વારા સામાન્ય માફીનો અમલ કરવો જોઈએ.” દરમ્યાન, તાલિબાનનાં ટોચનાં સભ્યોમાંનાં એક અનસ હક્કાનીએ અપીલ કરી છે કે વ્યક્તિગત દુશ્મનાવટ માટે બદલો લેવાનું ટાળવું જોઈએ અને માફીનું સન્માન કરવું જોઈએ. હક્કાનીએ કહ્યું, “હવે જ્યારે માફીની જાહેરાત કરવામાં આવી છે, દરેક સાથે સારો વ્યવહાર કરવો અને વ્યક્તિગત દુશ્મનાવટનો બદલો લેવાનું ટાળવું વધુ સારું રહેશે.”

ભૂતકાળમાં, માનવાધિકાર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ અહેવાલો બહાર પાડ્યા છે કે કેવી રીતે તાલિબાન ભૂતપૂર્વ સરકારનાં સુરક્ષા સભ્યોની ધરપકડ અને હત્યા કરી રહ્યા છે. જો કે, તાલિબાન સતત આ અહેવાલોને નકારી રહ્યુ છે.