Not Set/ તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

અમેરિકાએ રશિયાની વગ તોડવા તાલીબાનોનો સાથ આપ્યો તો તાલિબાનોએ અમેરિકાને ભગાડ્યું

Mantavya Exclusive World
તાલિબાનો

ભારતીય ધર્મશાસ્ત્રોમાં ઘણી વાતો કહેવામાં આવી છે. જેમાં ભગવાને અસુર અને આસુરીવૃત્તિનો નાશ કરવા ધરેલા અવતારની વાતો છે. ભસ્માસુર નામનો એકદૈત્ય હતો તેણે અઘોર તપ કરી ભગવાન શીવજીને પ્રસન્ન કર્યા. ભોળાનાથ તરત પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. ભસ્માસૂરે તરત જ કહ્યું કે, ‘પ્રભુ તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે હું જેના માથા પર હાથ મુકું તે બળીને ભસ્મ થઈ જાય.’ શીવજી તો ભોળિયા દેવ છે તેમણે તરત તથાસ્તુ કહી દીધું. હવે આ ભસ્માસુરે આ વરદાનના જાેરે હાહાકાર મચાવી દીધો. ઋષિમુનિઓ તો ઠીક પણ દેવતાઓને પણ હેરાન કરવાના શરૂ કર્યા. હું કહું એ જ ધર્મ અને જે ન માને તેના માથે હાથ મૂકી ભસ્મ કરી દેતો હતો. નારદજીએ આ માટે યુક્તિ વિચારી કે આ દૈત્યને પૃથ્વી પર રહેવા દેવાય નહિ. નહિ તો ત્રણેય લોક ભયમાં આવી જશે. આથી નારદજી ભસ્માસુરને મળ્યા અને કહ્યું, ‘વત્સ તારી પાસે ઘણું બધું છે, એક સ્ત્રી ખૂંટે છે, તું શીવજીની પત્ની પાર્વતીને લઈ આવ.’ કથા કહે છે તે પ્રમાણે ભસ્માસૂર કૈલાસ ભણી જવા રવાના થયો. પણ તે પહેલા નારદજીએ ભગવાન શીવજીને પણ ચેતવી દીધા. ભગવાન શીવજી દૂર ગુફામાં જઈ સમાધીમાં બેસી ગયા. બીજી બાજુ ભગવાન વિષ્ણુ પાર્વતીનું રૂપ ધરીને ભસ્માસુર પાસે ગયા. નૃત્ય કરવા કહ્યું. ભગવાન વિષ્ણુ નૃત્ય કરતાં હતા ત્યારે તેમણે બુદ્ધિપુર્વક પોતાના માથા પર હાથ મૂક્યો. ભસ્માસૂરે પણ આનું અનુકરણ કર્યું અને શીવજીના વરદાન મુજબ ભસ્મીભૂત થઈ ગયો અને દેવોને – ઋષિમુનીઓ સહિત સૌને આ ભસ્માસૂરના ત્રાસમાંથી મુક્તિ મળી.

himmat thhakar 1 તાલિબાનો ચીન - પાક સામે બની શકે છે ભસ્માસૂર
અફઘાનીસ્તાનમાં ૧૯૮૦થી ૧૯૯૬ સુધી રશિયન સામ્રાજ્ય હતું. રશિયાનું સૈન્ય હતું તે વખતે રશિયા સોવિયેત સંઘના નામે ઓળખાતું હતું અને અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. અમેરિકાના તે વખતના શાસકોએ તાલીબાનોને એટલે કે જેહાદીઓને પ્રોત્સાહન અને સહાય આપી રશિયા સામે ઉશ્કેર્યા. આખરે રશિયન સૈનિકો ૧૯૯૬ આસપાસ અફઘાનિસ્તાનમાંથી હટી ગયા અને તાલીબાની સામ્રાજ્ય સ્થપાયું. જે ૨૦૨૧ સુધી ચાલ્યું હતું. તાલીબાનીઓ પોતાનું રાજ આવ્યા બાદ અમેરિકા સામે પણ મેદાનમાં આવ્યા. અમેરિકાએ ૨૦૦૧માં પોતાનું સૈન્ય મોકલ્યું. અમેરિકામાં પણ તાલિબાનો પ્રેરિત અલકાયદાએ ત્રાસવાદી હુમલો કર્યો. ટૂંકમાં અમેરિકાએ ઉભા કરેલા તાલિબાનો તેના માટે ભસ્માસૂર પુરવાર થયાં. ભલે અમેરિકાને ભસ્મીભૂત તો ન જ કર્યા પરંતુ ઘાયલ તો કર્યુ જ. અબજાે ડોલરનો ખર્ચ અને ૨૫૦૦થી વધુ અમેરિકી સૈનિકો શહીદ થયા બાદ અમેરિકાના નવા શાસક જ બાઈડનને સત્ય સમજાયું અને તેમણે સૈન્ય પાછું ખેંચ્યું. અમેરિકાનું સૈન્ય પરત ખેંચવાના ૨૨ દિવસોમાં દૂદ પાઈને ઉછરેલા સાપ જેવા તાલિબાનોએ અફઘાનિસ્તાન પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે અને પોતાની સ્ટાઈલ પ્રમાણે ત્રાસ શરૂ કર્યો છે. આ તાલિબાનોને પડદા પાછળ પાકિસ્તાન અને ચીન મદદ કરતાં હતાં. હવે અત્યારે આ તાલિબાનોને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ખૂલ્લો ટેકો જાહેર કર્યો છે. ચીન પણ રાબેતા મુજબ તેની પંગતમાં બેસી ગયું છે. રશિયાને અમેરિકા સામે દાવ લેવા તાલિબાન શાસનને મને કમને ટેકો આપ્યો છે પરંતુ આ અંગે સંરક્ષણ અને વિદેશની બાબતોને લગતા વિશ્લેષકો કહે છે કે ચીન અને પાકિસ્તાને અમેરિકાના બનાવમાંથી બોધપાઠ કેમ ન લીધો. આ તાલિબાનો ચીન અને પાકિસ્તાન બન્ને માટે ભસ્માસૂર સાબિત થઈ શકે છે.

aatanki

પાકિસ્તાને ભારત સામે પ્રોક્સીવોર ચાલુ રાખવા ભારતમાં ત્રાસવાદી ઉભા કર્યા. જે આજે જમ્મુ-કાશ્મીરમાં તો હુમલાઓ કરે જ છે. ૨૦૧૯ બાદ હુમલાનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ સાવ ગયું નથી. હવે આ ત્રાસવાદીઓએ પાકિસ્તાનમાં પણ હુમલા કર્યા જ છે. અને તે વખતે વિશ્વના અખબારોએ એવું કહીને નોંધ લીધી છે કે પાકિસ્તાનના પગ હેઠળ રેલો આવ્યો. હવે જ્યારે પાકિસ્તાન અને ચીન તાલીબાનો અને તાલીબાની શાસનના ટેકામાં ખૂલ્લેઆમ ઉતર્યા છે તેવે સમયે તેઓને શું ખબર નથી કે તાલિબાનો ગમે ત્યારે પાકિસ્તાન અને ચીન માટે ભસ્માસૂર સાબિત થઈ શકે છે.

shravan 1 તાલિબાનો ચીન - પાક સામે બની શકે છે ભસ્માસૂર

પંજાબમાં કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી અને અકાલીદળનું શાસન આવ્યું. કોંગ્રેસ ૧૯૮૦માં ફરી સત્તા પર આવી તે સમયગાળા પહેલા ખાલિસ્તાની ચળવળ ચાલતી હતી અને તેના નેતા ભીંડરાનવાલે અને તેના સાથીઓને કોંગ્રેસે પ્રોત્સાહન આપ્યું. આ ખાલિસ્તાન તરફી મનાતા આતંકી જૂથે પંજાબમાં હાહાકાર મચાવી દીધો. ૧૯૮૩-૮૪ના વર્ષમાં અખબારોના પાના ઉઘાડો તો કો’ક જ દિવસ એવો પસાર થતો હતો જ્યારે પંજાબમાં હત્યા અને રેલવે સ્ટેશનો ફૂંકી માર્યા એવા બનાવોના સમાચાર ન હોય. ટૂંકમાં ભીંડરાનવાલે અને તેના સાથીઓ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી માટે ભસ્માસૂર જેવા પૂરવાર થયા હતા. જાે કે આખરે ઓપરેશન બ્લૂ સ્ટારના માધ્યમથી ઈન્દિરા સરકારે સૈન્યને મોકલી અને ભીંડરાનવાલેનો ધ્વંશ કર્યો. પરંતુ તેની અવળી અસરએ પડી કે આ અલગતાવાદી તત્વોએ ઈન્દિરા ગાંધીની તેના અંગરક્ષક બીયંતસિંઘ અને તેના સાથીઓ મારફત હત્યા કરાવી. આમ ભીંડરાનવાલે મર્યા પછી પણ ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ માટે ભસ્માસૂર સાબિત થયો હતો.

cbi 3 તાલિબાનો ચીન - પાક સામે બની શકે છે ભસ્માસૂર

શ્રીલંકામાં વસવાટ કરતા તમિલોને મદદ કરવા તત્કાલીન તમિલનાડુ સરકાર અને પડદા પાછળ કેન્દ્ર સરકારે ત્યાંના ત્રાસવાદી સંગઠન એલટીટીઈને પ્રોત્સાહન આપ્યું પરંતુ આ ત્રાસવાદી સંગઠને પણ અમૂક સમય બાદ પોત પ્રકાશ્યું અને તેનું પરિણામ એ આવ્યું કે શ્રીલંકાની સરકારની માગણી મુજબ રાજીવ ગાંધીની સરકારે ત્યાં શાંતિદળના નામે એક લાખથી વધુ ભારતીય સૈનિકોને મોકલ્યા. પરિણામે એલ.ટી.ટી.ઈ. ભારત અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનું દુશ્મન બની ગયું. જાે કે બોફોર્સ પ્રકરણ બાદ ભારતમાં થયેલા સત્તા પલ્ટાના પગલે ભાજપના ટેકાથી સત્તા પર આવેલી વી.પી.સિંહની સરકારે શાંતિદળ પાછું ખેંચી લીધું પરંતુ એલ.ટી.ટી.ઈ.ના વડા પ્રભાકરન રાજીવ ગાંધી પર બદલો લેવા માગતા હતા તેથી એલ.ટી.ટી.ઈ.એ માનવબોમ્બના માધ્યમથી ૧૯૯૧ની લોકસભા ચૂંટણીના છેલ્લા બે જ તબક્કા બાકી હતા તેવે સમયે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રાજીવ ગાંધીની હત્યા કરી. ટૂંકમાં એલ.ટી.ટી.ઈ. સંસ્થા પણ ભારત માટે ભસ્માસૂર કે દૂધ પાઈને ઉછરેલા સાપ જેવી સાબિત થઈ.cbi 4 તાલિબાનો ચીન - પાક સામે બની શકે છે ભસ્માસૂર

આ બધા દાખલાઓ નજર સમક્ષ રાખીને જ જાણીતા વિશ્લેષકોએ લખ્યું છે અને કહ્યું છે કે તાલિબાનો કે તેના જેવા ત્રાસવાદીઓને પ્રોત્સાહન અપાય નહિ. તેઓ ક્યારે કોના માટે ભસ્માસૂર કે દૂધ પાઈને ઉછરેલા સાપ જેવા પુરવાર થઈ શકે તે કહી શકાય. આ વાત દરેક દેશ અને જે તે દેશના રાજકીય પક્ષોને પણ લાગુ પડે છે. પાકિસ્તાન કદાચ પોતાનું દેવાળીયાપણું દૂર કરવા અબજાેની સંપત્તિ ધરાવતા તાલિબાનો અને કુદરતી ખનીજાેના ભંડાર સમા અફઘાનિસ્તાન પાસેથી આર્થિક મદદ મેળવવા આ ખેલ ખેલે છે અને ચીન ઉપખંડમાં ભારત સામે પડકાર ઉભો કરવા તાલીબાનીઓેને ટેકો આપે છે. ભારતે અફઘાનના પદભ્રષ્ટ શાસકોના સમયમાં ત્યાં પ્રોજેક્ટો ખૂબ સ્થાપ્યા પણ તાલિબાનો સામે લડવા સૈન્ય નહિ મોકલી સમજદારીભર્યુ કામ કર્યું છે. પાકિસ્તાનમાં આશરો લેનાર ત્રાસવાદીઓના સંગઠન અને નેતાઓ સાથે સંકળાયેલા તાલિબાનોને તો ભારત ક્યારેય પ્રોત્સાહન આપે જ નહિ તે સમજી શકાય તેવી વાત છે.

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ