Mumbai/ તાલિબાને મુંબઈ પર હુમલાની આપી ધમકી! NIAને ઈ-મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ લાગી તપાસમાં

ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાની ગણાવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસે અન્ય એજન્સીઓ સાથે મળીને ધમકીના મેલની તપાસ શરૂ કરી છે.

Top Stories India
ધમકી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ઈ-મેઈલ દ્વારા મુંબઈ પર હુમલાની ધમકી મળી છે. NIA દ્વારા મુંબઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાની ગણાવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસે અન્ય એજન્સીઓ સાથે મળીને ધમકી ભર્યા મેઈલની તપાસ શરૂ કરી છે.

પોતાને તાલિબાન ગણાવનાર આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તાલિબાનના વરિષ્ઠ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આ હુમલો થવાનો હતો. આ મેઈલ બાદ અન્ય એજન્સીઓ સાથે મુંબઈ પણ તપાસમાં લાગી ગયું છે. NIA તરફથી ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસે જાહેર સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતના મહત્વના સ્થળોની સુરક્ષા પણ કડક કરી છે.

આ પણ વાંચો:ગૌતમ અદાણી હવે ટોપ-20 અમીરોની યાદીમાંથી થયા બહાર, શેરોમાં આવ્યો ભૂકંપ

આ પણ વાંચો:અદાણીને ડાઉ જોન્સ તરફથી મોટો ફટકો, અદાણી એન્ટરપ્રાઈઝના શેર ઈન્ડેક્સની થઈ જશે બહાર

આ પણ વાંચો:દારુ કૌભાંડમાં પહેલીવાર કેજરીવાલનું નામ, દિલ્હીના સીએમએ કહ્યું- ‘કાલ્પનિક’ છે ચાર્જશીટ

આ પણ વાંચો:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત

આ પણ વાંચો:અમૂલે ઘરનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો કર્યો વધારો