Not Set/ કરો વાત !! વિકસિત ગુજરાતનાં આ ગામમાં ચાર-ચાર દિવસથી છે “બત્તી ગુલ્લ”

છોટાઉદેપુર: કોલંબાના ગ્રામીણોનો હલ્લાબોલ MGVLC કચેરી ખાતે ગ્રામજનોનો હોબાળો 4 દિવસી અંધારપટ્ટ છવાતાં ગ્રામજનોનો વિફર્યા અધિકારીઓ દ્વારા જવાબ ન અપાતાં લોકોમાં રોષ  MGVLC કચેરી સિક્યુરીટી ગાર્ડના ભરોસે ચાલે છે એક તરફ ભારત સરકાર છાતી ઠોકી ઠોકીને કહી રહી છે કે, તેણે દેશનાં ખુણે ખુણે અને ગામ ગામમાં વીજળી પહોંચાડી દીધી છે અને હવે કોઇ જગ્યા […]

Top Stories Gujarat Others
pjimage 23 કરો વાત !! વિકસિત ગુજરાતનાં આ ગામમાં ચાર-ચાર દિવસથી છે "બત્તી ગુલ્લ"
  • છોટાઉદેપુર: કોલંબાના ગ્રામીણોનો હલ્લાબોલ
  • MGVLC કચેરી ખાતે ગ્રામજનોનો હોબાળો
  • 4 દિવસી અંધારપટ્ટ છવાતાં ગ્રામજનોનો વિફર્યા
  • અધિકારીઓ દ્વારા જવાબ ન અપાતાં લોકોમાં રોષ 
  • MGVLC કચેરી સિક્યુરીટી ગાર્ડના ભરોસે ચાલે છે

એક તરફ ભારત સરકાર છાતી ઠોકી ઠોકીને કહી રહી છે કે, તેણે દેશનાં ખુણે ખુણે અને ગામ ગામમાં વીજળી પહોંચાડી દીધી છે અને હવે કોઇ જગ્યા એવી નથી કે જ્યાં વીજળી પહોંચી ન હોય. પરંતુ વીજળી પહોંચાડવી અને વીજળી હોવી અને વપરાશમાં પણ લઇ શકવી અલગ વાત છે. અને આ મામલે જ્યારે વાત ગુજરાતની કરવામાં આવી રહી હોય ત્યારે તો સરકાર માટે  આ ખુબ શરમ જનક વાત જ કહેવાય, કારણ કે ભારત અને ગુજરાત બનેં સરકાર દ્વારા ગુજરાતને  દેશનાં મોડલ સ્ટેટ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. તો શું આ છે મોડલ સ્ટેટ?

દેશનાં વિકસિત કહેવાતા ગુજરાતનાં છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીનાં લોકો જંગે ચડ્યા અને જંગે ચડવાનું કારણ હતું વીજળી ન મળવી.  M.G.V.C.L. કચેરી ખાતે કોસંબાનાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. કારણ કે કોસંબા ગામમાં છેલ્લા ચાર દિવસથી  અંધારપટ છવાયેલો છે. ચાર-ચાર દિવસથી વીજળી  ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા ગયા છે. આ અંગે અધિકારીઓ અને હેલ્પર કોઈ યોગ્ય જવાબ ન આપતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગામમાં વીજ પુરવઠો ન હોવાથી લોકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી રહી છે.

ગુજરાતનાં છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીનાં કોસંબાનાં ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, અહીં M.G.V.C.L. કચેરી ખાતે કોઇ અધિકારીઓ કશો જ જવાબ આપી રહ્યા નથી અને M.G.V.C.L. ફક્ત ને ફક્ત MGVLC કચેરીનાં સિક્યુરીટી ગાર્ડના ભરોસે ચાલે છે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન