રાજ્યમાં મહિલા સલામતીની વાતો માત્ર કાગળ ઉપર દેખાય રહી છે. મહિલાઓ સાથે છેડતી, મારામારીના બનાવો બની રહ્યા છે જે ખુબજ શરમજનક ઘટના સમાન છે. વાંકાનેર પાસેના લુનસર ગામે જમીન લે વેચ મામલે સર્જાયેલા વિવાદમાં આરોપીઓએ મહિલા સહિત કુલ બે લોકોને બેરહમી પૂર્વક માર માર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વાંકાનેર તાલુકાના લુણસર ગામે જમીન વેચાણે રાખવા બાબતના ઝઘડામાં બે ઇસમોએ યુવાન અને મહિલાને માર મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના લુણસર ગામે રહેતા રામજીભાઈ સવસીભાઇ કટુડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ હિતેશ શંકર વસીયાણી અને રમેશ શંકર વસીયાણી રહે બંને લુણસર વાળા સાથે જમીનની લેતીદેતી મામલે ઝઘડો અને મનદુઃખ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ લોખંડ પાઈપ વડે ફરિયાદીના દીકરા ચેતન અને મોટા દીકરાની પત્ની ભાવનાબેનને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી અને ફીર્યાદી રામજીભાઈ ત્યાં પહોંચતા બંને આરોપીઓએ ફરિયાદી રામજીભાઈને પણ માર મારી ઈજા કરી હતી બાદમાં બંને ઈસમો સફેદ કારમાં નાસી ગયા હતા
ગામમાં ખેતીની ૧૬ વીઘા જમીન હોય જે રમેશ શંકર બાજુમાં આવેલ હોવાથી જમીન તેઓ વેચાણે રાખવા માંગતા હોય અને બદલામાં ગામમાં બીજી જમીન લઇ આપવાના હોય જે જમીન ઓછી હોવાથી વેચાણે આપવાની ના પાડતા બંને ઇસમોએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
