Not Set/ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં દયાબેનનાં પાત્રને લઇને આવ્યા મોટા સમાચાર

સબ ટીવીની સૌથી હિટ અને કોમેડી સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સૌથી હટકે અદાકાર અને જેઠાલાલની પત્નિનું કિરદાર કરી રહેલી દયાબેન છેલ્લા ઘણા સમયથી ગાયબ થઇ ગઇ છે. જેની સીરીયલમાં પરત થવાની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ગોકુલધામ સોસાયટીની સૌથી ચુલબુલી પાત્રને પરત આવવામાં હજુ થોડો સમય લાગશે કારણ કે મળી રહેલા સમાચાર […]

Entertainment
daya ban 3 5d1af3d00a1c3 તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં દયાબેનનાં પાત્રને લઇને આવ્યા મોટા સમાચાર

સબ ટીવીની સૌથી હિટ અને કોમેડી સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સૌથી હટકે અદાકાર અને જેઠાલાલની પત્નિનું કિરદાર કરી રહેલી દયાબેન છેલ્લા ઘણા સમયથી ગાયબ થઇ ગઇ છે. જેની સીરીયલમાં પરત થવાની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ગોકુલધામ સોસાયટીની સૌથી ચુલબુલી પાત્રને પરત આવવામાં હજુ થોડો સમય લાગશે કારણ કે મળી રહેલા સમાચાર મુજબ દિશા વાકાણી હવે શો માં પરત આવવાની નથી અને નવી દયાબેનને શો માં લાવવા માટે મેકર્સને કોઇ ઉતાવળ નથી. તેવામાં માનવામાં આવી રહ્યુ છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન જલ્દી નજર આવવાની નથી.

pjimage 2019 07 03T130511.898 તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં દયાબેનનાં પાત્રને લઇને આવ્યા મોટા સમાચાર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી જોડાયેલા સુત્રોની માનીએ તો, શો નાં નિર્માતાઓને દયાબેનને શો માં લાવવાની કોઇ ઉતાવળ નથી. દયાબેનનાં કેરેક્ટર માટે જે પણ એક્ટ્રેસને પસંદ કરવામાં આવશે તે બહુ સમજી વિચારીને કરવામાં આવશે. તે કોઇ પણ એક્ટ્રેસ હોઇ શકે છે. જો પસંદ આવવાની વાત કરીએ તો રસ્તે ચાલતા જો કોઇ પસંદ આવી જશે તો આ રોલ તેને ઓફર કરવામાં આવી શકે છે.

daya તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં દયાબેનનાં પાત્રને લઇને આવ્યા મોટા સમાચાર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન જેઠાલાલની પત્નિ બતાવવામાં આવી છે અને હજુ સુધી દિશા વાકાણી આ પાત્રને કરી રહી હતી. પરંતુ દિશા વાકાણીને દિકરીનો જન્મ બાદ થોડા સમય માટે બ્રેક લીધો હતો. પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે શો માં પરત આવવાની દિશા વાકાણીની શરતો એવી છે કે જેને લઇને નિર્માતા સહમત નથી. આ જ કારણે નવી દયાબેનની શોધ ચાલી રહી છે. જો કે એ વાત પણ સાચી છે કે નિર્માતા માટે આ એક ચેલેન્જ બરાબર છે. કારણ કે અત્યાર સુધી આ કેરેક્ટરને દર્શકો ખૂબ જ પસંદ કરી ચુક્યા છે. અને તે સિવાય પણ આ રોલ કરવો કોઇપણ વ્યક્તિ માટે ઘણો મોટો ચેલેન્જ રહેશે. થઇ શકે છે કે આ રોલ માટે નિર્માતાને કોઇ દયા મળી પણ જાય પરંતુ તે આ પાત્રને કેટલો ન્યાય આપશે તે જોવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.