Coming Soon/ Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

ટાટા મોટર્સે તાજેતરમાં નવી અલ્ટ્રોઝ નું ટીઝર બહાર પાડ્યું છે અને તેને ક્રિસમસ પર લાવવાની વાત કરી રહી છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા ટીઝરમાં ‘યોર સૈન્ટા અલ્ટ્રોઝ’ અને ‘કમિંગ સૂન’ લખેલું છે….

Tech & Auto
corona 263 Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

ટાટા મોટર્સે તાજેતરમાં નવી અલ્ટ્રોઝ નું ટીઝર બહાર પાડ્યું છે અને તેને ક્રિસમસ પર લાવવાની વાત કરી રહી છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા ટીઝરમાં ‘યોર સૈન્ટા અલ્ટ્રોઝ’ અને ‘કમિંગ સૂન’ લખેલું છે, જેનાથી તે સ્પષ્ટ થઇ ગયુ છે કે તે કયુ મોડલ હશે.

corona 264 Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

અલ્ટ્રોઝનાં ચાહકો માટે ટાટા મોટર્સે તેની ડિઝાઇનમાં ફેરફાર કરી અથવા તેમા કઇક ઉમેરી હોય તેવુ સામે આવેલા ફોટોને જોઇ કહી શકાય છે. તેવામાં તતે કોઈ વિશેષ એડિશન હશે કે નહીં તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. જો કે આ ઓટોમેટિક વેરિઅન્ટ નહી જ હોય, તેમ કહેવામાં આવી રહ્યું છે. ટાટા અલ્ટ્રોઝ હાલમાં કંપનીની લોકપ્રિય પ્રીમિયમ હેચબેક છે અને તે હજી સુધી ફક્ત પેટ્રોલ અને ડીઝલ વિકલ્પોમાં જ ઉપલબ્ધ છે, તેના ટર્બો વેરિઅન્ટ્સની પણ ચકાસણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, તેના ટર્બોચાર્જ્ડ વર્જન હોવાને પણ નકારી શકાય તેમ નથી.

corona 265 Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

આ નાના ટીઝરને કારણે વધુ માહિતી સામે આવી નથી, તેથી કંપનીએ આવનારા અલ્ટ્રોઝનાં ગ્રાહકોને કૌતુઅલ પર છોડી દીધા છે. કંપની તહેવારમાં વેચાણમાં વધુ સુધારો લાવવા અને ગ્રાહકોને નવા વર્જનથી લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. દિવાળી દરમિયાન નવી હ્યુન્ડાઇ આઇ 20 ને ટક્કર આપવા માટે થોડા સમય પહેલા અલ્ટ્રોઝ એક્સએમ + વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યું હતું, આ જ કારણ છે કે ગત મહિને અલ્ટ્રોઝનું વેચાણ અસાધારણ રહ્યું છે અને તે કંપનીનું બેસ્ટ સેલિંગ મોડેલ બની ગયું છે.

corona 266 Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

આ ચાલુ રાખવા માટે, નવી અલ્ટ્રોઝ લાવવામાં આવી રહી છે, હવે તે જોવાનું રહ્યું કે વર્ષનાં અંતમાં ગ્રાહકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે. આગામી દિવસોમાં, નવા અલ્ટ્રોઝ વિશે વધુ માહિતી જાહેર થઈ શકે છે, તે પછી ગ્રાહકો વચ્ચે પ્રચાર કરવામાં આવશે. ટર્બો વેરિઅન્ટ વિશે વાત કરીએ, તો તે અલ્ટ્રોઝનાં મધ્ય અથવા ટોપ સ્પેક વેરિઅન્ટમાં લાવી શકાય છે. ટાટા અલ્ટ્રાઝનું ટર્બો વેરિઅન્ટ 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લાવવાનું છે, આ એન્જિન 108 બીએચપી પાવર અને 140 ન્યૂટન મીટરનો ટોર્ક આપે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…