Suv car/ 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આ ત્રણ SUV લોન્ચ થશે

ભારતમાં કોમ્પેક્ટ એસયુવીનું બજાર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે કોમ્પેક્ટ સેડાનથી લઈને હેચબેક સુધીની કારના વેચાણ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. કાર કંપનીઓ હવે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. હવે ભારતમાં ટૂંક સમયમાં ઘણા નવા મોડલ લોન્ચ થવા જઈ રહ્યા છે અને તેમની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોવાની અપેક્ષા છે.

Trending Breaking News Tech & Auto
Beginners guide to 2024 04 07T181126.117 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આ ત્રણ SUV લોન્ચ થશે

ભારતમાં કોમ્પેક્ટ એસયુવીનું બજાર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે કોમ્પેક્ટ સેડાનથી લઈને હેચબેક સુધીની કારના વેચાણ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. કાર કંપનીઓ હવે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. હવે ભારતમાં ટૂંક સમયમાં ઘણા નવા મોડલ લોન્ચ થવા જઈ રહ્યા છે અને તેમની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોવાની અપેક્ષા છે.

હવે કાર કંપનીઓ પણ આ સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. હવે ભારતમાં આ વર્ષે ટૂંક સમયમાં ઘણા નવા મૉડલ લૉન્ચ થવા જઈ રહ્યા છે, જેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોવાની આશા છે. એટલે કે, જો તમે નવી કોમ્પેક્ટ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ રિપોર્ટ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મહિન્દ્રા XUV 3XO

મહિન્દ્રા તેની નવી કોમ્પેક્ટ SUV XUV 3XO ભારતમાં 29 એપ્રિલે લોન્ચ કરશે. તેમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન મળી શકે છે. નવા મોડલની ડિઝાઇનમાં મોટા ફેરફારો જોવા મળશે. આ ઉપરાંત તેમાં નવા ઈન્ટિરિયર્સ પણ જોવા મળશે. ભારતમાં, મહિન્દ્રાની નવી XUV 3XO હ્યુન્ડાઈ વેન્યુ, મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન અને કિયા સોનેટ સાથે સીધી સ્પર્ધા કરશે.

સ્કોડા કોમ્પેક્ટ એસયુવી

સ્કોડા ટૂંક સમયમાં ભારતમાં તેની કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરી શકે છે. તેમાં 1.0L 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન હશે.આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સથી સજ્જ હશે. કંપનીના વર્તમાન કુશકની ઝલક તેની ડિઝાઇનમાં જોઈ શકાય છે. હાલમાં તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

હ્યુન્ડાઇ વેન્યુ

હ્યુન્ડાઈ કોમ્પેક્ટ SUV વેન્યુનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવશે. આ નવા મોડલનું કોડ નેમ Q2Xi છે. નવા મોડલની ડિઝાઈનથી લઈને તેના ઈન્ટિરિયરમાં ઘણા બધા ફેરફાર જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃage of technology/વોટ્સએપ લાવ્યું છે તેના વપરાશકર્તાઓ માટે આ નવા 5 ફીચર્સ

આ પણ વાંચોઃ age of technology/ડ્રાઈવર વિના આ વ્યક્તિએ કાર દોડાવી, આનંદ મહિન્દ્રા દંગ રહી ગયા

આ પણ વાંચોઃ 1 April Rule Change/ઓટો સેક્ટરમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ અને કારની કિમંતો સહિત થયા મોટા બદલાવ

આ પણ વાંચોઃ Electric Vehicles/હવે સામાન્ય માણસની પહોંચમાં હશે ઇલેક્ટ્રિક વાહનો, ફાઇલ તૈયાર છે