વડોદરા/ સંસ્કારી નગરમાં શિક્ષકે ધો. 10ની વિદ્યાર્થીની દારૂ પીવડાવી કર્યું એવું કામ કે…..

ટ્યુશન ક્લાસના સંચાલકે 10 ઘોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં દારૂ પીવડાવી તેની સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે.

Gujarat Vadodara
દારૂ પીવડાવી

સંસ્કારી નગર વડોદરામાંથી શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ટ્યુશન ક્લાસના સંચાલકે 10 ઘોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં દારૂ પીવડાવી તેની સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, દારૂ પીધા બાદ વિદ્યાર્થીનીની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,વડોદરાના નિઝામપુરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે એક વિદ્યાર્થિનીને વોડકા દારૂ પીવડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસ સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીને ક્લાસ પુરો થયા બાદ એકસ્ટ્રા ક્લાસના બહાને બેસાડી રાખી છે.  ત્યારબાદ આ આરોપી શિક્ષક પ્રશાંત ખોસલાએ વિદ્યાર્થીનીને ક્લાસમાં વોડકા દારૂની બોટલ ખોલીને પીવડાવી હતી અને તેની સાથે શારીરિક અપડલાં કર્યા હતા.

આરોપી પ્રશાંત અર્પણ કોમ્પલેક્ષમાં એજ્યુકેટ ફર્સ્ટ નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. વિદ્યાર્થીનીને દારૂનો નશો થતાં પ્રશાંત તેને અર્ધબેભાન અવસ્થામાં ઘરે મુકી ગયો હતો. વિદ્યાર્થિની નશાની હાલતમાં ઘરે પહોંચ્યા બાદ આ વાતનો ખુલાસો થયો હતો. દારૂ પીવાથી વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી અને વિદ્યાર્થિનીના મોઢામાંથી ફીણ નીકળતા કંઇક થયું હોવાની માતાને જાણ થઇ હતી. વિદ્યાર્થીની તેને માતા હોસ્પિટલમાં લઈ જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.હાલ આ મામલે  વિદ્યાર્થિનીના માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

આ પણ વાંચો:ગુજરાત, રાજસ્થાન, એમપી, મેઘાલય, મણિપુર સહિત અનેક રાજ્યોમાં ફરી ભારે વરસાદનું એલર્ટ

આ પણ વાંચો:સુરતમાં CM સુરક્ષામાં પોલીસની મોટી ચૂક, પિસ્ટલ સાથે ઘુસી ગયો હતો કાર્યક્રમમાં યુવાન