Not Set/ શિક્ષકોને હવે સરકારે એંઠવાડ વ્યવસ્થાપનની પણ જવાબદારી સોપી : અમિત ચાવડા

વલસાડના ધરમપુરમાં આજે કોંગ્રેસ નો  સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમના હોલમાં યોજાયેલ કોંગ્રેસના આ  સંવાદ કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓ અને અમિત ચાવડા એ ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર ને અનેક મુદ્દે આડેહાથ […]

Gujarat Others
અમિત ચાવડા શિક્ષકોને હવે સરકારે એંઠવાડ વ્યવસ્થાપનની પણ જવાબદારી સોપી : અમિત ચાવડા

વલસાડના ધરમપુરમાં આજે કોંગ્રેસ નો  સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમના હોલમાં યોજાયેલ કોંગ્રેસના આ  સંવાદ કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓ અને અમિત ચાવડા એ ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર ને અનેક મુદ્દે આડેહાથ લીધી હતી.

અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં ભાજપની સરકાર  તમામ મુદ્દે નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરી દેશમાં બેરોજગારી વધી રહી છે. તો અનામત ના મુદ્દે પણ રાજ્ય સરકાર ધારાધોરણો ને નહિ અનુસરી રહી  હોવાની વાત કરી હતી.

સરકારે 2018 માં કરેલ પરિપત્ર બંધારણની જોગવાઈ વિરુદ્ધનો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ મીડિયા સાથેની વાતમાં અમિત ચાવડાએ હાર્દિક પટેલની ધરપકડ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર ની ખોટી નીતિ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવનારનો આવાજ દબાવી દેવા અવનવા ષડયંત્રો રચવામાં આવે છે.

તો રાજ્યમાં કથળતા શિક્ષણ વચ્ચે સરકારે સરકારની અનેક કામગીરીનો ભાર ઉચકતા શિક્ષકો પર હવે   ભોજન સમારંભમાં અનાજનો બગાડ ન થાય તે માટે સોંપવામાં આવેલી જનજાગૃતિ કાર્યક્રમ ના મુદ્દે પણ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે એક કામનો ભાર વહેતા શિક્ષકોએને હવે સરકારે એંઠવાડની પણ જવાબદારી શોંપી હોવાનો  કટાક્ષ કરી સરકારની નીતિ રીતિ સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન