તાપી/ શિક્ષક પતિએ પંચાયત કચેરીમાં પહેલા પત્નીને સળગાવી પછી કર્યો આપઘાત, જાણો સમગ્ર ઘટના

વાલોડ તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં કામ કરતી મહિલા ઓપરેટરને તેના પતિએ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધા બાદ પોતે પણ સળગીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

Gujarat Others
સળગાવી

તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયત કચેરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાલોડ તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં કામ કરતી મહિલા ઓપરેટરને તેના પતિએ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધા બાદ પોતે પણ સળગીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બન્ને પતિ-પત્નીનાં મોત કચેરીના બાલ્કનીમાં જ થયાં હતાં. દંપતી વચ્ચે કોઈ બાબતે ખટરાગ ચાલતો હોવાથી છેલ્લા એક મહિનાથી અલગ રહેતાં હતાં. વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી મયૂરિકા અનિલ પટેલ (ગામિત) (40) વ્યારાના ચાંપાવાડીમાં રહેતાં હતાં.

આ મામલે મળતી માહિતી અનુસાર, અમિત પટેલ ઉચ્છલની ગવાણ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. મંગળવારે બપોરે ઓફિસમાં 3 વાગ્યાની આસપાસ મયુરિકાબેન કચેરીમાં હતા. ત્યારે જ પતિ બપોરે કચેરીમાં પ્રથમ માળે આવેલી મનરેગા ઓફિસમાં ફરજ બજાવતી પત્ની મયુરીકા પાસે આવ્યા હતા. આ દરમિયાન જ્વલનશીલ પદાર્થની બોટલ કાઢી પ્રથમ પત્ની પર છાંટયા બાદ પોતાના પર પણ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હતું. મયુરીકાએ ભાગવાનો પ્રયાસ કરતા પતિએ દોડીને આગ લગાવી દીધી હતી. મયુરીકાએ ભાગવાનો પ્રયાસ કરતા તે કચેરીની બાલ્કનીમાં આવી ગયા હતા. તેની પાછળ પતિ પણ સળગતી હાલતમાં ભાગતો બહાર આવ્યો હતો અને બંનેના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.

મયૂરિકા અને અમિતના લગ્ન 2004માં થયા હતા. તેમને સંતાનમાં એકમાત્ર પુત્ર મનન છે, જેણે હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે. આજે બનેલી આ ઘટનાને કારણે મનને માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પુત્ર મનન વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ઘટનાસ્થળ પર આવ્યો હતો, પરંતુ માતા-પિતાની લાશ જોઈને તે સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો, જેથી તેને તાત્કાલિક વાલોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો. ઘટનાને પગલે પંથકમાં કરુણાંતિકા પ્રસરી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને પતિપત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અમિત તેની પત્ની મયુરિકાના ચારિત્ર પર શંકા કરતો હતો અને આને લઈને જ તે બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ થતો આવ્યો હતો. આ જ કારણથી અમિતે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે મૃતક અમિત અનિલ પટેલની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:સરહદી ખાવડા પંથકની ધરા ધ્રુજી, 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

આ પણ વાંચો:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, ગત વર્ષે કર્યા હતા હોસ્પિટલમાં દાખલ