IND vs SL/ ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ

શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા બાદ ટી-20 સીરીઝની બીજી મેચ એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

Top Stories Sports
11 558 ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ

શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા બાદ ટી-20 સીરીઝની બીજી મેચ એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. વળી કૃણાલનાં સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓનાં કોરોના ટેસ્ટ કરવામા આવ્યા. જેમા સામે આવ્યુ કે કોઇ અન્ય ખેલાડી કોરોનાથી સંક્રમિત નથી. આ સમાચાર બાદ ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો હતો.

11 559 ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ

આ પણ વાંચો – બ્રેકિંગ ન્યુઝ / ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોના સંક્રમિત, ભારત-શ્રીલંકા બીજી T-20 મેચ સ્થગિત

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ કોલંબોમાં COVID-19 નાં પોઝિટિવ ટેસ્ટ બાદ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ પાછળથી ખુલાસો કર્યો હતો કે, કૃણાલ સિવાય 8 ખેલાડીઓ નજીકનાં સંપર્કો તરીકે ઓળખાયા હતા અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઇએ માહિતી આપી, “શ્રીલંકા અને ભારત વચ્ચેની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ, જે મૂળ 27 જુલાઇએ રમાવાની હતી, તેને એક દિવસ આગળ ધકેલી દેવામાં આવી છે અને હવે તે બુધવારે, 28 જુલાઇએ યોજાશે,” બીસીસીઆઈએ આ માહિતી આપી હતી. મેચ પહેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે આ પછી ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ હતુ. તબીબી ટીમોએ નજીકનાં સંપર્કો તરીકે આઠ સભ્યોની ઓળખ કરી છે.

11 560 ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ

આ પણ વાંચો – ક્રિકેટ / શ્રીલંકામાં ધમાકેદાર પર્ફોર્મન્સ કરવા બદલ આ બે ખેલાડીઓને ઈનામ, ઇંગ્લેન્ડ મોકલવામાં આવશે

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાનો આજે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામા આવી રહ્યો છે, જેથી ટીમમાં કોઇ અન્ય કોરોના સંક્રમિત છે કે નહી તેની ઓળખ થઇ શકે. સારી વાત એ છે કે, ભારત અને શ્રીલંકાનાં અન્ય તમામ ખેલાડીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓનાં નેગેટિવ પરિણામાં આવ્યા છે, તેથી બીજી ટી-20 હું બુધવારે, યોજના મુજબ આગળ વધશે. કૃણાલ પંડ્યા હવે 7 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેશે અને બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય નહી રમી શકે, જેને કોલંબોમાં 28 જુલાઈનાં રોજ ફરીથી નક્કી કરવામાં આવેલ છે. ઓલરાઉન્ડરને ટી-20 આંતરરાષ્ટ્રીય બાદ પણ શ્રીલંકામાં રોકાવું પડશે જ્યારે તેની ટીમનાં સાથી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ 30 જુલાઈએ ઘરે પરત ફરશે. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 29 જુલાઈએ રમાવાની છે.