IND vs ENG/ ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં નવો ઓલરાઉન્ડર મળી ગયો છે. બીજી ઇનિંગમાં શાર્દુલ ઠાકુરનું બેટ જોરદાર બોલ્યું હતું.

Sports
1 109 ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ઓવલ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાર્દુલ ઠાકુરનું બેટ જોરદાર બોલ્યું હતું. પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ શાર્દુલે બીજી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી હતી અને રિષભ પંત સાથે સદીની ભાગીદારી કરી હતી. શાર્દુલની બેટિંગ જોઈને સોશિયલ મીડિયા પર તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં, ચાહકો તેને હાર્દિક પંડ્યાનો વિકલ્પ કહેતા જોવા મળે છે.

1 110 ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર

આ પણ વાંચો – Test series / ઇંગ્લેન્ડને જીતવા માટે છેલ્લા દિવસે 291 રનની જરૂર,ભારતની પકડ મજબૂત

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ચોથી મેચમાં પણ શાર્દુલ ઠાકુરનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતની બીજી ઇનિંગ્સમાં, જ્યાં ઓપનર રોહિત શર્મા (127) એ ટીમને 466 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, 8 માં નંબર પર બેટિંગ કરતા શાર્દુલે 72 બોલમાં 60 રન બનાવીને ટીમને પ્રારંભિક ઓલઆઉટથી બચાવ્યો હતો. શાર્દુલની આ સતત બીજી ફિફ્ટી છે. તેણે પ્રથમ દાવમાં 57 રન બનાવ્યા હતા. આ સાથે શાર્દુલે એક નવો ચમત્કાર કર્યો છે. જણાવી દઇએ કે, શાર્દુલ આઠમાં ક્રમે બેટિંગ કરતી વખતે બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર ટેસ્ટ ઇતિહાસમાં છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. તેમના પહેલા ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને રિદ્ધિમાન સાહા આ કરી ચૂક્યા છે. પ્રથમ ઇનિંગમાં શાર્દુલ ઠાકુરે માત્ર 31 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી અડધી સદી બની હતી. તેમના પહેલા કપિલ દેવે 1982 માં કરાચીમાં પાકિસ્તાન સામે સૌથી ઝડપી 30 બોલમાં રન ફટકાર્યા હતા. આ સિવાય, શાર્દુલ 2015 થી SENA દેશો સામે બંને ઇનિંગ્સમાં પચાસ રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો. તેના પહેલા વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ બંને ઇનિંગમાં બે વખત અડધી સદી ફટકારી છે. અને હવે શાર્દુલે આ કરી બતાવ્યું છે.

1 111 ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર

આ પણ વાંચો – IND vs ENG / વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, Video

વિરાટ કોહલી, બર્મિંગહામ, 2018
વિરાટ કોહલી, નોટિંગહામ, 2018
ચેતેશ્વર પૂજારા, એડિલેડ, 2018
ચેતેશ્વર પૂજારા, સિડની, 2011
શાર્દુલ ઠાકુર, ધ ઓવલ, 2021

1 112 ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર

આ પણ વાંચો – IND vs ENG / અજિક્ય રહાણેનું ખરાબ ફોર્મ ટીમ માટે સંકટ, બેટિંગ કોચ રાઠોડ સમર્થનમાં ઉતર્યા

ખાસ વાત એ છે કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે શાર્દુલનું બેટથી આ રન નીકળી રહ્યા છે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ગાવા ટેસ્ટમાં એક સમયે ટીમ મુશ્કેલીમાં હતી. 186 નાં સ્કોર પર ટીમે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શાર્દુલે 115 બોલમાં 67 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 336 સુધી પહોંચાડ્યો હતો. ભારતે આ મેચ 3 વિકેટે જીતી હતી. હવે શાર્દુલની બંને અડધી સદી ઓવલ પર એવા સમયે આવી જ્યારે ટીમને રનની સખત જરૂર હતી. આ વચ્ચે હવે લોકો શાર્દુલ ઠાકુરમાં ટીમ ઈન્ડિયાનાં નવા ઓલરાઉન્ડરની ભૂમિકા જોઇ રહ્યા છે. ઘણા શાર્દુલને હાર્દિક પંડ્યાનો વિકલ્પ માની રહ્યા છે.