પ્રથમ ટેસ્ટ/ ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

છેલ્લા ઘણા સમયથી જે મેચની લોકો રાહ જોઇ રહ્યા હતા, તે આજે રમાવાની છે. જી હા, અહી ભારત-ન્યુઝીલેન્ડ WTC ફાઈનલની વાત કરવામાં આવી રહી છે. 

Top Stories Sports
2 71 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

છેલ્લા ઘણા સમયથી જે મેચની લોકો રાહ જોઇ રહ્યા હતા, તે આજે રમાવાની છે. જી હા, અહી ભારત-ન્યુઝીલેન્ડ WTC ફાઈનલની વાત કરવામાં આવી રહી છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ આજે બપોરે 3 વાગ્યાથી ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ચેમ્પિયનશિપને વર્લ્ડ કપ ઓફ ટેસ્ટ ફોર્મેટ કહી શકાય. આ મેચ સાઉથેમ્પ્ટનનાં એજીસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, જે બંને ટીમોનું તટસ્થ મેદાન છે. ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયાસમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક છે.

2 67 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

હવે તો હદ પાર કરી! / ચાલુ મેચમાં આ ખેલાડીએ ફીલ્ડરને મારી ઈંટ

એક સદીમાં 100 મેચ જીતવવાની તક

આ અગાઉ ભારતીય ટીમે 2007 માં ટી 20 વર્લ્ડ કપની પ્રથમ સીઝન જીતી હતી. ત્યારબાદ ફાઈનલમાં પાકિસ્તાનને 5 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 21 મી સદીમાં, ભારતીય ટીમને તેની 100 મી ટેસ્ટ જીતવાની તક છે. જો આવું થાય, તો ભારત આ સિદ્ધિ હાંસલ કરનારી ત્રીજી ટીમ બનશે. ભારતની સરખામણીએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને વધુ જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 224 ટેસ્ટમાંથી 130 મેચ જીતી, 58 હારી અને 36 ડ્રો કરવામાં સફળ રહી છે. વળી ઈંગ્લેન્ડની ટીમે 258 ટેસ્ટમાંથી 115 માં જીત, 85 હાર, જ્યારે 58 મેચ ડ્રો કરવામાં સફળ રહી છે. ભારતીય ટીમે છેલ્લી સદીમાં 336 ટેસ્ટ મેચમાંથી ફક્ત 63 માં જ જીત મેળવી હતી. ભારતીય ટીમ 1932 થી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. એટલે કે, આ પહેલી વખત થશે જ્યારે આપણી ટીમ એક સદીમાં 100 મેચ જીતી શકે. હજુ 2021 નુ વર્ષ ચાલી રહ્યુ છે. સદીનાં અંત સુધીમાં, ટીમ ઈન્ડિયા વિશ્વની સૌથી વધુ ટેસ્ટ મેચ વિજેતા ટીમ બની શકે છે.

2 69 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

મોટો ફટકો / રોનાલ્ડો બોલ્યો માત્ર બે શબ્દો અને Coca-Cola ને થયુ 29,000 કરોડનું નુકસાન

ટીમમાં 2 સ્પિનર્સ અને 3 ઝડપી બોલર્સ

2 68 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે સાંજે જ પ્લેઇંગ-11 ની ઘોષણા કરી છે. આ ટીમ 2 સ્પિનરો અને 3 ઝડપી બોલરો સાથે એજીસ બાઉલ મેદાન પર ઉતરશે. અશ્વિન અને જાડેજા સ્પિન વિભાગને સંભાળશે. ત્યારે બીજી તરફ જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પાસે પેસ બોલિંગની જવાબદાર રહેશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતરશે. વળી કેપ્ટન કોહલી સિવાય ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મધ્યમ ક્રમમાં રમી શકે છે.

કેવુ રહેશે Weather

2 72 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર મેચ દરમ્યાન સાઉથેમ્પ્ટનમાં શુક્રવારથી મંગળવાર સુધી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે વરસાદની શક્યતા પણ રહેશે. પાંચ દિવસનું સરેરાશ તાપમાન મહત્તમ 17 અને લઘુત્તમ 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

ચેતવણી / WTC ફાઇનલ પર મંડરાતો વરસાદનો ખતરો, ખિતાબ સરખા ભાગે વહેંચવાની આવી શકે છે નોબત

કેવી રહશે પિચ

2 70 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

સાઉથેમ્પ્ટન સ્થિત ધ એજીસ બાઉલ ખાતેની પીચ આઇસીસીની સૂચના મુજબ પિચ ક્યુરેટર સિમોન લી ની દેખરેખ હેઠળ બનાવવામાં આવી છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, પિચ પર પેસ અને બાઉન્સ જોવા મળશે. ટેસ્ટનાં પહેલા 3 દિવસ ઝડપી બોલરોને ફાયદો થશે, જ્યારે છેલ્લા બે દિવસમાં સ્પિનરોને મદદ મળી શકે છે.

majboor str 18 ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક