IND vs SA/ દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં હાર આપ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત

સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 113 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે ટેસ્ટ સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

Sports
WTC and Team India

સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 113 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે ટેસ્ટ સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા પાસે હવે દક્ષિણ આફ્રિકાને તેના ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં હરાવીને ઈતિહાસ રચવાની શાનદાર તક છે.

આ પણ વાંચો – Cricket / મેલબોર્નની એક હોટલમાં 1 કલાક સુધી Lift માં ફસાયેલો રહ્યો સ્ટીવ સ્મિથ, Video

જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં આજ સુધી કોઈ ટેસ્ટ સીરીઝ જીતી નથી. વળી દક્ષિણ આફ્રિકાને હરાવવા છતાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત છે. દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે છે. ઓસ્ટ્રેલિયા એશીઝ સીરીઝમાં સતત 3 ટેસ્ટ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચ પર છે. શ્રીલંકા બીજા સ્થાને છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ ત્રીજા નંબર પર છે. પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડિઝ પાંચમાં ક્રમે છે. WTCની પ્રથમ આવૃત્તિની વિજેતા ન્યૂઝીલેન્ડ છઠ્ઠા નંબર પર છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ 7માં સ્થાને છે. WTC પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ છેલ્લા સ્થાને છે. WTCની આ બીજી આવૃત્તિ છે જે 2021 થી 2023 સુધી ચાલશે. સેન્ચુરિયન ટેસ્ટની વાત કરીએ તો, 305 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહ-શમીએ 3-3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – કોરોના વિસ્ફોટ / વિશ્વભરમાં કોરોનાની સુનામી,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 લાખ કેસ નોંધાયા,અમેરિકા,યુકે,ફ્રાન્સની સ્થિતિ ભયાવહ

PCT: પોઈન્ટ્સની ટકાવારી
P: પોઈન્ટ્સ
PO: પેનલ્ટી ઓવર
W: જીત
L: હાર
D: ડ્રો
NR: કોઈ પરિણામ નહી

પોઈન્ટ્સની ટકાવારીનાં આધારે ટીમનું રેન્કિંગ નક્કી કરવામાં આવશે. જીત માટે 12 પોઈન્ટ, ટાઈ મેચ માટે છ પોઈન્ટ, ડ્રો મેચ માટે ચાર પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ નહીં હોય. જીતવા માટે 100 પરસન્ટેજ ઓફ પોઇન્ટ્સ, ટાઈ માટે 50 પરસન્ટેજ ઓફ પોઇન્ટ્સ, ડ્રો માટે 33.33 પરસન્ટેજ ઓફ પોઇન્ટ્સ અને હાર માટે 0 પરસન્ટેજ ઓફ પોઇન્ટ્સ હશે.