Not Set/ ફેસ્ટિવલ ધમાકા: મારુતિ સુઝૂકી Wagon Rનું સ્પેશિયલ એડિશન, જાણો સુવિધાઓ

અમદાવાદ ભારતની લીડિંગ ઓટો કંપની મારુતિ સુઝૂકીએ તહેવાર દરમિયાન તેનું સેલ વધારવા માટે Wagon R લિમીટેડ એડિશનને લોન્ચ કર્યું છે. મારુતિની નવી Wagon R લિમીટેડ એડિશનમાં નવા ફીચર્સના સાથે સાથે નવી બોડી ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે. આ નવી કારમાં નવા ફીચર્સના સિવાય ઇન્ટીરીયરને પણ સ્ટાઈલીશ કરવામાં આવ્યું છે. આમાં ઇન્ટીરીયર સ્ટાઈલિંગ કીટ, સ્પીકર્સના સાથે […]

Tech & Auto
maru ફેસ્ટિવલ ધમાકા: મારુતિ સુઝૂકી Wagon Rનું સ્પેશિયલ એડિશન, જાણો સુવિધાઓ

અમદાવાદ

ભારતની લીડિંગ ઓટો કંપની મારુતિ સુઝૂકીએ તહેવાર દરમિયાન તેનું સેલ વધારવા માટે Wagon R લિમીટેડ એડિશનને લોન્ચ કર્યું છે. મારુતિની નવી Wagon R લિમીટેડ એડિશનમાં નવા ફીચર્સના સાથે સાથે નવી બોડી ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે.

આ નવી કારમાં નવા ફીચર્સના સિવાય ઇન્ટીરીયરને પણ સ્ટાઈલીશ કરવામાં આવ્યું છે. આમાં ઇન્ટીરીયર સ્ટાઈલિંગ કીટ, સ્પીકર્સના સાથે ડબલ-ડીન બ્લુટુથ મ્યુઝિક સિસ્ટમ અને રીવર્સ પાર્કિંગ સેંસર આપવામાં આવ્યું છે.

આ નવા ફીચર્સના સિવાય લિમીટેડ એડિશન Wagon Rમાં ઓરેંજ એક્સેંટ્સના સાથે સ્ટાઈલીશ સીટ કવર્સ, સેન્ટર કંસોલ અને ડોર ટ્રીમ્સ પર ફોર્ક્સ વુડ ફીનીશિંગ, પ્રીમિયર કુશન સેટ, બોડી ગ્રાફિક્સ અને રિયર સ્પોયલર પણ આપવામાં આવ્યું છે.

નવા ફીચર્સ સિવાય Maruti Wagon R Limited Editionમાં મિકેનીકલ રીતે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આમાં 998cc થ્રી-સિલિન્ડર પ્રેટોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 67bhpના પાવર અને 90Nmના પીક ટોર્ક જેનરેટ કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 5-સ્પીડ મેનુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. અહીં AMT ગિયરબોક્સનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

નવી Wagon R લિમીટેડ એડિશન 15,490 રૂપિયા અને 25,490 રૂપિયાના બે ઓપ્શનલ એક્સેસરીઝ કીટ સાથે ઉપલબ્ધ છે. આ નવી કર LXI, VXI અને VXI+ વેરીએંટમાં ઉપલબ્ધ છે. તેમની કિંમત અનુક્રમે 4.19 લાખ, રૂ. 4.45 લાખ અને રૂ. 4.73 લાખ રાખવામાં આવી છે. આ બધા ભાવો એક્સ-શોરૂમ દિલ્હી છે.