Not Set/ વોડાફોને રજૂ કર્યો 56 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન

મુંબઈ ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાનું તાજેતરમાં મર્જર થયું છે, ત્યારબાદ હવે વોડાફોન અને આઈડિયાની તરફથી નવા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. હાલ વોડાફોન દમદાર પુનરાગમન કર્યું છે. કંપનીએ તાજેતરમાં 84 દિવસની વેલિડિટી વાળા સૌથી સસ્તો પ્લાન રજૂ કર્યો છે. હવે કંપનીએ 56 દિવસની વેલિડિટી વાળા એક નવા પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને કોલિંગના સાથે સાથે […]

Tech & Auto
va વોડાફોને રજૂ કર્યો 56 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન

મુંબઈ

ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાનું તાજેતરમાં મર્જર થયું છે, ત્યારબાદ હવે વોડાફોન અને આઈડિયાની તરફથી નવા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. હાલ વોડાફોન દમદાર પુનરાગમન કર્યું છે. કંપનીએ તાજેતરમાં 84 દિવસની વેલિડિટી વાળા સૌથી સસ્તો પ્લાન રજૂ કર્યો છે. હવે કંપનીએ 56 દિવસની વેલિડિટી વાળા એક નવા પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને કોલિંગના સાથે સાથે ડેટાનો પણ લાભ મળશે. જોકે આ પ્લાનમાં ગ્રાહકોને SMSનો ફાયદો મળશે નહીં.

આપને જણાવી દઈએ કે, આ પ્લાન પણ કોલિંગનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે. આમાં ગ્રાહકોનને વધારે ડેટા મળશે નહીં.  વોડાફોનના આ નવા પ્લાનની વાત કરીએ તતો કંપનીએ તેની કિંમત 189 રૂપિયા રાખ્યા છે. આમાં ગ્રાહકનને અનલિમિટેડ વોયસ કોલ અને 2GB 4G/3G ડેટા આપવામાં આવશે. જોકે આ પ્લાનની સારી વાતએ ચ એકે આની વેલિડિટી 56 દિવસ માટે હશે.

સાથે સાથે આપને જણાવીએ કે, કોલિંગને લઈને દિવસ દીઠ 250 મિનીટ અને અઠવાડિયા દીઠ 1000 મિનીટની ફરજિયાત રહશે અને ગ્રાહક આખી વેલિડિટી દરમિયાન માત્ર 100 યુનિક નંબરો પર જ ફોન કરી શકશે. આ માહિતી ટેલીકોમ ટોક દ્રારા મળી છે.

આ સિવાય વોડાફોને હાલમાં જ 279 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો હતો. આ નવા પ્લાનની વેલિડિટી 84 દિવસ રાખવામાં આવી હતી. આ પ્લાનનના ફાયદાઓની વાત કરીએ તો, 4GB 3G/ 4G ડેટાઅનલિમિટેડ વોયસ કોલ અને SMS ગ્રાહકોને મળશે સાથે કોલિંગને લઈને આ પ્લાનમાં દિવસ દીઠ 250 મિનીટ અને અઠવાડિયા દીઠ 1000 મિનીટની ફરજિયાત રાખવામાં આવી છે.

આ નવી વોડાફોન યોજનાનો લાભ ફક્ત કર્ણાટક અને મુંબઈ સર્કલના ગ્રાહકોને જ ઉપલબ્ધ થશે. આ પ્લાનને જોઈનેતે સ્પષ્ટપણે કહી શકાય છે કે તે વધુ કોલર્સને બદલે ડેટા કૉલ્સ માટે રજૂ કરવામાં આવ્યો છે.