Not Set/ Google એ જાતીય સતામણીના આરોપમાં 48 લોકોને હાંકી કાઢ્યા : એન્ડ્રોઇડ બનાવનાર પણ સામેલ

ટેક જાયન્ટ Google એ પોતાના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત 48 કર્મચારીઓને યૌન શોષણના આરોપમાં બહારનો દરવાજો બતાવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાહેર કરવામાં આવેલા એક પત્રમાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આવા અયોગ્ય વર્તન માટે કંપની આકરા પગલાં લઈ રહી છે. પત્ર અનુસાર વર્ષ 2016થી અત્યાર સુધી 48 લોકોને કંપનીમાંથી જાતિય સતામણીના આરોપસર કાઢી મૂકવામાં આવ્યા […]

Trending Tech & Auto
sundar kzqE Google એ જાતીય સતામણીના આરોપમાં 48 લોકોને હાંકી કાઢ્યા : એન્ડ્રોઇડ બનાવનાર પણ સામેલ

ટેક જાયન્ટ Google એ પોતાના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત 48 કર્મચારીઓને યૌન શોષણના આરોપમાં બહારનો દરવાજો બતાવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાહેર કરવામાં આવેલા એક પત્રમાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આવા અયોગ્ય વર્તન માટે કંપની આકરા પગલાં લઈ રહી છે. પત્ર અનુસાર વર્ષ 2016થી અત્યાર સુધી 48 લોકોને કંપનીમાંથી જાતિય સતામણીના આરોપસર કાઢી મૂકવામાં આવ્યા છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્ય આચરણનો સામનો કરી રહેલા એન્ડ્રોઇડ ક્રિએટર રુબિનને કંપનીમાંથી કાઢી મૂકવા માટે 90 મિલિયન ડોલર આપ્યા હતા.

main intro 660 081115050237 e1540567339204 Google એ જાતીય સતામણીના આરોપમાં 48 લોકોને હાંકી કાઢ્યા : એન્ડ્રોઇડ બનાવનાર પણ સામેલ

વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે રૂબિનના પ્રવક્તાએ આ આરોપનો નકારી કાઢ્યા હતા. પ્રવક્તા સેમ સિંગરે કહ્યું કે રુબિને વર્ષ 2004માં એક કેપિટલ પેઢી પ્લેગ્રાઉન્ડ લોંચ કરવા માટે ગૂગલને છોડવાનો નિર્ણય લીધો હતો.

પિચાઇના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સુરક્ષિત અને સમાન વાતાવરણ પૂરું પાડવા માટે ખૂબ ગંભીર છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમે તમને આશ્વાસન આપવા માંગીએ છીએ કે યૌન ઉત્પીડન કે અયોગ્ય વર્તન અંગે મળેલી દરેક ફરિયાદને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ