Not Set/ સ્પામ કોલથી છો પરેશાન, તો અપનાવો આ આઈડિયા, મળશે તમને છૂટકારો

નવી દિલ્હી, અમારા મોબાઇલમાં દરરોજ ટેલિમાર્કેટિંગ કંપનીઓના ઘણા ફોન તેમજ મેસેજ આવતા હોય છે. “ડુ નોટ ડિસ્ટર્બ“ સુવિધા ચાલુ કરાયા બાદ પણ યુઝર્સને કંપનીઓ દ્વારા કોલમાં કોઈ ઘટાડો આવતો નથી અને લોકો હેરાન પરેશાન થતા હોય છે. જો તમે આ પ્રકારના કોલથી પરેશાન થઇ ચુક્યા છે અને તમારી પાસે બચવાનો એક વિકલ્પ છે. હાલમાં કેટલીક […]

Tech & Auto
How to Stop Spam Calls to Your Virtual Phone Number e1532014147650 સ્પામ કોલથી છો પરેશાન, તો અપનાવો આ આઈડિયા, મળશે તમને છૂટકારો

નવી દિલ્હી,

અમારા મોબાઇલમાં દરરોજ ટેલિમાર્કેટિંગ કંપનીઓના ઘણા ફોન તેમજ મેસેજ આવતા હોય છે.ડુ નોટ ડિસ્ટર્બ સુવિધા ચાલુ કરાયા બાદ પણ યુઝર્સને કંપનીઓ દ્વારા કોલમાં કોઈ ઘટાડો આવતો નથી અને લોકો હેરાન પરેશાન થતા હોય છે.

જો તમે આ પ્રકારના કોલથી પરેશાન થઇ ચુક્યા છે અને તમારી પાસે બચવાનો એક વિકલ્પ છે. હાલમાં કેટલીક એપનો યુઝ કરીને યુઝર્સ આ પ્રકારના કોલથી બચી શકે છે.

images 3 સ્પામ કોલથી છો પરેશાન, તો અપનાવો આ આઈડિયા, મળશે તમને છૂટકારો

એન્ડ્રોઇડ સ્માર્ટફોન :

દેશમાં મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોલ આઇડેન્ટિફાઈ કરવાનું ફિચર્સ હવે જોવા મળી રહ્યું છે. પરંતુ  આ ફિચર્સ એટલું ઉપયોગી નથી. પરંતુ માર્કેટમાં ઘણી એવી એપ્સ છે, જે આ પ્રકારની જ સુવિધા આપે છે.

આ ઉપરાંત યુઝર કોઈ પણ નંબરને બ્લોક લિસ્ટમાં પણ નાખી શકે છે, જેનાથી કોઈ પણ સતત કોલ કરીને પરેશાન કરી શકતા નથી. આ લિસ્ટમાં “ટ્રુ કોલર”નું નામ સૌથી ઉપર આવે છે.

આઈફોન યુઝર્સ :

ios ૧૦માં નંબર બ્લોક કરવાનું ઇન બિલ્ટ ફિચર્સ છે. સાથે સાથે આઈફોનમાં થર્ડ પાર્ટીની કોલ બ્લોકિંગ એપની પણ સુવિધા છે. કોઈ પણ એક યુઝર માટે તમારે કોન્ટેક્ટમાં જવું પડશે. આ નંબરને સિલેક્ટ કરીને “I” બટન પર ટેપ કરો. નીચે આવેલા અને બ્લોક કોલની પસંદગી કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઈફોન યુઝર્સ દ્વારા “ટ્રુ કોલર” સૌથી વધુ ઉપયોગ થનારી એપ છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં અત્યારસુધીમાં ૧૦ કરોડથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી ચુક્યું છે. આ એપ દ્વારા તમે કોઈ પણ સ્પામ કોલને બ્લોક કરી શકો છો.