Not Set/ ૧૫મી ઓગષ્ટથી મળશે રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સર્વિસ, માત્ર આટલા રૂપિયામાં મળી શકે છે પ્લાન

નવી દિલ્હી, દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ગત મહિને મળેલી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) દરમિયાન રિલાયન્સ દ્વારા જિયો ફોન બાદ હવે તેનું લેટેસ્ટ વર્જન JIO ૨ લોન્ચ કરાયો હતો તેમજ ગીગા ફાઈબર બ્રોડબેન્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ ગીગા ફાઈબર માટેનું રજિસ્ટ્રેશન ૧૫ ઓગષ્ટથી શરુ થઇ રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ પ્લાનની શરૂઆત ૫૦૦ […]

Trending Tech & Auto
Jio Gigafiber plans 1 ૧૫મી ઓગષ્ટથી મળશે રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સર્વિસ, માત્ર આટલા રૂપિયામાં મળી શકે છે પ્લાન

નવી દિલ્હી,

દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેની ગત મહિને મળેલી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) દરમિયાન રિલાયન્સ દ્વારા જિયો ફોન બાદ હવે તેનું લેટેસ્ટ વર્જન JIO  લોન્ચ કરાયો હતો તેમજ ગીગા ફાઈબર બ્રોડબેન્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ ગીગા ફાઈબર માટેનું રજિસ્ટ્રેશન ૧૫ ઓગષ્ટથી શરુ થઇ રહ્યું છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ પ્લાનની શરૂઆત ૫૦૦ રૂપિયાથી થઇ શકે છે. આ બંડલ ઓફરમાં અલ્ટ્રા હાઈ સ્પીડ ઇન્ટરનેટની સાથે સાથે ઇન્ટરનેટ બેસ ટીવીની પણ સર્વિસ મળશે.

maxresdefault 780x405 1 ૧૫મી ઓગષ્ટથી મળશે રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સર્વિસ, માત્ર આટલા રૂપિયામાં મળી શકે છે પ્લાન

એક રિપોર્ટમાં સામે આવેલી માહિતી અનુસાર, આ દિવાળી પહેલા તહેવારોની સિઝન દરમિયાન કંપની દ્વારા ગીગા ફાઈબર નેટવર્ક લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્લાન હેઠળ ૭૦૦ થી લઇ ૧૦૦૦ રૂપિયા સુધી ૧૦૦ mbps ની સ્પીડ મળી શકે છે અને ૧૦૦ GB સુધી ડેટા મળી શકે છે. જો કે ટીવી સર્વિસ માટે ૨૫૦-૩૦૦ રૂપિયા આપવા પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિયો દ્વારા કરવામાં આવી રહેલા આ પ્લાન બાદ બીજી બ્રોડબેન્ડ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે ટક્કર જોવા મળશે. બીજી બાજુ એક્સપર્ટનું માનવું છે કે, જિયો હોમ બ્રોડબેન્ડની કિંમત હાલના 4G ડેટાના દર કરતા ૨૫ થી ૩૦ ટકા સુધી સસ્તું હોઈ શકે છે.

શું છે ગીગા ફાઈબર નેટવર્ક ?

JioGiga Fiber ટુ ધ હોમ એટલે કે તે FTTH પર આધારિત છે. FTTHનો મતલબ થાય છે, જયારે ઇન્ટરનેટ સર્વિસ તમને જોઈએ તો તમારા ઘર સુધી એક કેબલ આપવામાં આવશે. અત્યારે જે કેબલ દ્વારા ઇન્ટરનેટ મળે છે તે સ્પીડ ઈન્ટરનેટ આપવા લાયક નથી.

ગીગા ફાઈબર સર્વિસ માટે આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન  

મહત્વનું છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGMમાં મુકેશ અંબાનીએ જાણકારી આપી હતી કે, જિયો ગીગાફાઈબર સર્વિસના ઈચ્છુક ગ્રાહકો જિયોની વેબસાઈટ અથવા તો માય જિયો એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ ઉપરાંત JIO ગીગા રાઉટર, જિયો ગીગા ટીવી સેટ ટોપ બોક્સનું પણ એલાન કરવા માટે જણાવ્યું હતું. સાથે સાથે કંપની દ્વારા દેશભરમાં ૧૧૦૦ શહેરોમાં જિયો ગીગાફાઈબર સર્વિસ પહોચાડવાની આશા જતાવી છે.