Not Set/ વિવો દ્વારા લેટેસ્ટ VIVO Nex સ્માર્ટફોન ભારતમાં કરાયો લોન્ચ, જુઓ આ ફોનના ફિચર્સ

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન કંપની વિવો દ્વારા અત્યારસુધીનો સૌથી લેટેસ્ટ ટેકનોલોજી વાળો VIVO NEX સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા આ સ્માર્ટફોન પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના ફિચર્સની વાત કરવામાં આવે તો,  VIVO NEX માં ૬.૫૯ ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી […]

Trending Tech & Auto
Vivo Nex A 1 વિવો દ્વારા લેટેસ્ટ VIVO Nex સ્માર્ટફોન ભારતમાં કરાયો લોન્ચ, જુઓ આ ફોનના ફિચર્સ

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન કંપની વિવો દ્વારા અત્યારસુધીનો સૌથી લેટેસ્ટ ટેકનોલોજી વાળો VIVO NEX સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા આ સ્માર્ટફોન પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ બનાવવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનના ફિચર્સની વાત કરવામાં આવે તો,  VIVO NEX માં ૬.૫૯ ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો આસ્પેકટ રેશિયો ૧૯ : ૩ : ૯ છે. જયારે આ સ્માર્ટફોનનો સ્ક્રીન રેશિયો ૯૧.૨૪ ટકા છે.

65054652 વિવો દ્વારા લેટેસ્ટ VIVO Nex સ્માર્ટફોન ભારતમાં કરાયો લોન્ચ, જુઓ આ ફોનના ફિચર્સ

જયારે આ સ્માર્ટફોનના હાર્ડવેરમાં કવાલકોમ સ્નેપડ્રેગન 845 Soc પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે ૮ જીબી રેમ અને સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અપાયું છે.

Vivo NEX S વિવો દ્વારા લેટેસ્ટ VIVO Nex સ્માર્ટફોન ભારતમાં કરાયો લોન્ચ, જુઓ આ ફોનના ફિચર્સ

ડ્યુઅલ સિમ વાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો પર આધારિત ફનટચ OS ૪.૦ છે. બીજી બાજુ આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરવામાં આવે તો, એક ૧૨ મેગાપિક્સેલ અને બીજો ૫ મેગાપિક્સેલ કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મોબાઈલમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ૮ મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરો પણ અપાયો છે.

VIVO NEXમાં ૧૨૮ GB ઇન્ટરનલ મેમરી અપાઈ છે તેમજ ૪૦૦૦ MAHની બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં એ પ્રકારની ટેકનોલોજી ઉપયોગ કરાયો છે જે કારણે ફોનનો ઉપયોગ કરવા દરમિયાન તે ગરમ થશે નહિ.