Not Set/ ગૂગલે પ્લેસ્ટોરમાંથી 46 એપ્લિકેશન કરી દૂર, આ ડેવલપરની એપ છે સામેલ

ગૂગલે સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા અને ફ્રોડ એપ્સ પર તવાઇ કરતા પ્લેસ્ટોરમાંથી 46 એપ્સને હટાવી છે. ગૂગલે DO Global નામની ચીનની એપ ડેવલપર કંપનીની કેટલીક એપ્સને દૂર કરી છે. DO Global ની મહત્તમ એપ્સ 60 કરોડ વખત ડાઉનલોડ થઇ ચૂકી છે છતાં ગૂગલે તેની 100માંથી 46 એપને દૂર કરી છે. તે સિવાય ડેવલપરને એડમોબ નેટવર્ક પરથી […]

Tech & Auto
Application ગૂગલે પ્લેસ્ટોરમાંથી 46 એપ્લિકેશન કરી દૂર, આ ડેવલપરની એપ છે સામેલ

ગૂગલે સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા અને ફ્રોડ એપ્સ પર તવાઇ કરતા પ્લેસ્ટોરમાંથી 46 એપ્સને હટાવી છે. ગૂગલે DO Global નામની ચીનની એપ ડેવલપર કંપનીની કેટલીક એપ્સને દૂર કરી છે. DO Global ની મહત્તમ એપ્સ 60 કરોડ વખત ડાઉનલોડ થઇ ચૂકી છે છતાં ગૂગલે તેની 100માંથી 46 એપને દૂર કરી છે. તે સિવાય ડેવલપરને એડમોબ નેટવર્ક પરથી પણ પ્રતિબંધિત કરી છે. રિપોર્ટ અનુસાર આ એપ્લિકેશન એડ-ફ્રોડ કરતી હોવાનો દાવો છે જેને કારણે યૂઝર્સના ફોનમાં આ એપ્લિકેશન ઓપન કર્યા વગર જ ઓટો-ઓપનના કમાન્ડથી કોડેડ થયેલ છે.

પ્લેસ્ટોરમાંથી એવી 6 એપ્સ છે જેમાં એડ ક્લિકીંગનો કોડ દેવામાં આવ્યો છે, જેમાં એપ બંધ કરવા પણ તે બેકગ્રાઉન્ડમાં ચાલુ જ રહે છે. DO Global ની 100 એપ્સ પ્લેસ્ટોરમાં છે જેમાં Pic Tools Group પણ સામેલ છે. હાલમાં તો 46 એપ દૂર કરાઇ છે.

ગૂગલ યૂઝર્સની સિક્યોરિટી માટે મોબાઇલમાં ઓટો રન થતી આ પ્રકારની ખતરનાક એપ્સનું સતત નિરીક્ષણ કરતું રહે છે અને કોઇ ગડબડ હોવા પર તેના પર તુરંત પગલા લઇને યૂઝર્સને કોઇપણ પ્રકારના ખતરાથી સુરક્ષિત કરાય છે.