Not Set/ હેલ્થ/ મોબાઇલનાં રેડિયેશનથી બચવા કરો આ કામ, નહી કરો તો થઇ શકે છે….

આજે મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે થવા લાગ્યો છે. માણસને હવે રોટી પહેલા નહી પણ મોબાઈલ પહેલા જરૂરી હોય તેવુ લાગી રહ્યુ છે. મોબાઈલ ફોનની શોધ દૂરનાં કોઇ તમારા સગાની સાથે કોઇ પણ જગ્યાએથી વાત કરવા માટે થયો હતો પરંતુ આજે એવુ લાગી રહ્યુ છે કે આ માત્ર સેવા નહી પણ તમારા હેલ્થને બગાડવા માટેનું પણ […]

Health & Fitness Lifestyle
5660689184063488 હેલ્થ/ મોબાઇલનાં રેડિયેશનથી બચવા કરો આ કામ, નહી કરો તો થઇ શકે છે....

આજે મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે થવા લાગ્યો છે. માણસને હવે રોટી પહેલા નહી પણ મોબાઈલ પહેલા જરૂરી હોય તેવુ લાગી રહ્યુ છે. મોબાઈલ ફોનની શોધ દૂરનાં કોઇ તમારા સગાની સાથે કોઇ પણ જગ્યાએથી વાત કરવા માટે થયો હતો પરંતુ આજે એવુ લાગી રહ્યુ છે કે આ માત્ર સેવા નહી પણ તમારા હેલ્થને બગાડવા માટેનું પણ યંત્ર બનતુ જઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને ઘણુ નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન થઇ શકે છે. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની પણ શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે. તેમજ મોબાઈલનો ઉપયોગ પણ છૂટથી કરવા પર રોક મૂકવાની જરૂર નહીં પડે.

1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.

2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરાથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટૂથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટૂથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.

3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.

4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરનાં રૂપમાં મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.

5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલનાં રેડિયેશન બેવડા નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.

7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.

8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.