Not Set/ ચીનમાં ભારે વરસાદનાં કારણે સર્જાયા ભયાનક દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકોનાં મોત

ભારતમાં જ્યા  એક તરફ મેઘરાજા જાણે રીસાણાં હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ચીનમાં ભારે વરસાદનાં કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે.

Top Stories World
મેઘરાજા

ભારતમાં જ્યા  એક તરફ મેઘરાજા જાણે રિસાણા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ચીનમાં ભારે વરસાદનાં કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે. જણાવી દઇએ કે, મધ્ય ચીનના હુબેઈ પ્રાંતનાં ઉપનગરમાં ભારે વરસાદનાં કારણે ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયા છે અને અન્ય ચાર લોકો ગુમ થયા છે.

1 65 ચીનમાં ભારે વરસાદનાં કારણે સર્જાયા ભયાનક દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકોનાં મોત

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુઇજિયન કાઉન્ટીમાં લિયુલીન શહેર વિસ્તારમાં બુધવારથી ગુરુવાર સુધી 503 મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે 3.5 મીટર ઉંડા પાણી ભરાયા હતા. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે આ વિસ્તારમાં લગભગ 8,000 લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ચીનનાં રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ ગુરુવારે યલો એલર્ટ જારી કર્યું હતું, દેશનાં કેટલાક મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી અને સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું હતું. શુક્રવારે હુબેઈ, અનહુઈ, હુનાન, જિયાંગસી અને ઝેજિયાંગનાં કેટલાક વિસ્તારોમાં ભારે મેઘરાજા થવાની સંભાવનાઓ છે, કેટલાક વિસ્તારોમાં 200 મીમી સુધી વરસાદ પડશે. પાંચ પ્રાંતનાં વિસ્તારોમાં દર કલાકે લગભગ 80 મીમી વરસાદ પડી શકે છે, જ્યાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે.

1 66 ચીનમાં ભારે વરસાદનાં કારણે સર્જાયા ભયાનક દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકોનાં મોત

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

રાષ્ટ્રીય વેધશાળાએ સ્થાનિક અધિકારીઓને પૂર, ભૂસ્ખલન અને માટી ધસી જવાની શક્યતા માટે સજાગ રહેવાની સલાહ આપી છે. વળી ખતરનાક વિસ્તારોમાં આઉટડોર પ્રવૃત્તિઓ બંધ કરવાની ભલામણ કરી છે. ગયા મહિને, મેઘરાજા હેનાન પ્રાંત અને તેની પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉ શહેરમાં ભારે પૂરને કારણે 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 50 લાપતા થયા હતા.