Youth murder/ વડોદરામાં લુખ્ખાઓના આતંક, યુવકની હત્યા

વડોદરામાં (Vadodara) લુખ્ખાઓનો આતંક માઝા મૂકી રહ્યો છે. કબ્રસ્તાન પાસે યુવકની સરેઆમ હત્યા (Murder) કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા યુવકને ચાકુના ઘાર મારવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 02 07T142711.563 વડોદરામાં લુખ્ખાઓના આતંક, યુવકની હત્યા

Vadodara News: વડોદરામાં (Vadodara) લુખ્ખાઓનો આતંક માઝા મૂકી રહ્યો છે. કબ્રસ્તાન પાસે યુવકની સરેઆમ હત્યા (Murder) કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા યુવકને ચાકુના ઘાર મારવામાં આવ્યા હતા. ચાકુના અનેક વારના પગલે લોહીલુહાણ સ્થિતિમાં યુવકે ઘટનાસ્થળે જ જીવ છોડ્યો હતો. આ ઘટના વડોદરાના કારેલીબાગ (KareliBag) કાશમાલા કબ્રસ્તાન પાસે બની હતી.

આ તો રીતસર કાયદો અને વ્યવસ્થાના સરેઆમ લીરા ઉડાડતા હોય તેવી ઘટના બની હતી. ગુજરાત સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા માટે જાણીતું રાજ્ય છે ત્યાં સરેઆમ થયેલી હત્યાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યો હતો.મૃત્યુ પામેલો યુવાન પઠાણ ફ્રુટનો ધંધો કરતો હતો. યુવકના મોતથી કુટુંબમાં શોકનું વાતાવરણ છે. સમગ્ર વિસ્તારના ફ્રુટના કારોબારીઓમાં પણ શોકનો માહોલ છે.

હત્યાના  બનાવના પગલે કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લીને ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા પમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. તેની સાથે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો કોણે કર્યો તેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ તો અંગત અદાવતમાં જ  હુમલો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ